________________
૨. સત્યવાદી ભગવાન જિનેશ્વરો
જો આજના માનવને વિજ્ઞાન જ ગમે છે તો જિનાગમની સત્યતા એ વિજ્ઞાનના જ આધારે પ્રગટ કરી દઈને એના અંતરમાં ઠસાવી દેવાનું કામ રમત વાત બની જાય છે.
- જો આધુનિક માનવ આજના પ્રગતિવાદમાં આંધળી દોટ મૂકીને હવે કાંઈક થાક્યો જણાય છે તો આ મંગળ તકે એના અંતરમાં જિનાગમનાં સત્ય ઠસાવવાનું કામ જ બહું થોડી મિનિટો માંગે છે.
જિનાગમના અણપ્રીછયા મર્મોને જેને થોડાઘણાં પણ સ્પર્યા છે એ માનવ તો આજના યુગને પ્રેમથી સાદ દેતો કહેશે કે, “આવો સહુ, અહીં આવો, થાક્યા પાક્યા બધા અહીં આવો, સત્યના પ્રેમીઓ, તમે સહુ અહીં આવો. જીવન શું છે ? જગત શું છે ? આત્મા શું છે ? જડ શું છે? તે બધું હું તમને સમજાવીશ.
| ‘તમારે અણુ-પરમાણુ અંગે વાતો કરવી હશે તો તેની પણ વાતો કરીશ. આ લોકના સુખોની વાતો કરવામાં તમારી દિલચસ્પી હશે તો તે પણ કરીશ. વૈજ્ઞાનિકોની શોધોની પણ વાતો કરીશ. અને આજના વ્યસનોએ સર્જેલી હોનારતોની પણ વાતો કરીશ, તેમ એ કવાર મારી પાસે આવો. જિનાગમને જાણો. એમાં બધું જ છે, કથાઓ છે, યન્ત્રોનાં રહસ્યો છે, યુદ્ધ અને શાન્તિનાં દુ:ખદ-સુખદ ચિંતનો પણ છે.
પ્રસ્તુત પુસ્તકમાં તો જિનાગમની પરમ શુદ્ધ સત્યતાને જ વિચારવી છે. આચાર્ય હરિભદ્રસૂરિજીને એ સત્ય સ્પર્શાઈ ગયું. ના, એમણે સવગે એ સત્યને આલિંગ્યું. એમના જેવી શાન્તિ આજનો માનવ લે તો એ પણ એ જ રીતે એ સત્યને સર્વાગે આશ્લેષ આપે તેમાં કશી જ નવાઈ નથી. ખેર એવી શાન્તિ ન પામી શકે તો ય થોડી શાન્તિ મેળવીને પ્રસ્તુત પુસ્તકનું વાંચન-મનન કરતો રહે તો તે પણ એકવાર તો જરૂર ઓવારી જશે જિનાગમનાં સત્યો ઉપર, એકવાર તો જરૂર અંતરથી ઝૂકી જશે સત્યના પુરસ્કર્તા ભગવાન જિનેશ્વરોને.
કોઈ વચનની સત્યતાને સાબિત કરવાનો પ્રયત્ન કરવા કરતાં તે વચનના કહેનાર સત્યવાદી હતા એ વાત સાબિત કરવી જોઈએ . જિનાગમના પ્રત્યેક વચનની સત્યતા તો આજના સર્વજ્ઞ જીવો સાબિત કરી શકે તેમ નથી. કેમકે તેટલું વિરાટ તેમનું જ્ઞાન નથી. બહુ બહુ તો આજે ઉપલબ્ધ થતાં સાધનો, આજના વિજ્ઞાન વગેરેના બળે એમાંના પ૫૦ સત્યોનો તાગ પામી શકાય. એટલે પ્રથમ તો સમગ્ર જિનાગમને કહેનાર કોણ હતા ? તેઓમાં સત્યવાદિતા સંભવી શકે છે કે નહિ ? તે જ અહીં વિચારી લેવાનું જરૂરી લાગે છે.
જે કોઈ વ્યક્તિ સત્યવાદી હોય તે અવશ્ય રાગ-દ્વેષથી પર હોય. જ્યાં રાગ કે રોષ છે ત્યાં અવશ્ય અસત્યને સ્થાન છે. બીજું, જે સત્યવાદી હોય તે જે વિષયમાં સત્યનું પ્રતિપાદન કરે તે વિષયની તમામ બાજુનું તેને જ્ઞાન હોવું જ જોઈએ. જેને અમેરિકાનું જ્ઞાન જ નથી તે માણસ અમેરિકા વિશે બોલવા લાગે તો શું તેમાં સત્ય જ હોય તેવું બને ? આઈન્સ્ટાઈનના જટિલ એવા પણ સાપેક્ષવાદનું તલસ્પર્શી જ્ઞાન જેણે મેળવ્યું છે તે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ ઉપર સુંદર સમજણ જરૂર આપી શકે.
એટલે સત્યના પુરસ્કર્તામાં બે વસ્તુ હોવી જરૂરી છે, રાગ-રોષ રહિતતા અને વિષયનું જ્ઞાન.
અહીં પણ એ વાત સમજી રાખવી કે રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બને તે જ સર્વજ્ઞ બને છે, અને તેથી તે જ સર્વજ્ઞત્વના પ્રકાશ વડે વસ્તુમાત્રનું સત્ય સ્વરૂપ બતાડી શકે છે. ( શ્રીજિન જયાં સુધી સર્વજ્ઞ બન્યા ન હતા ત્યાં સુધી (આ જ કારણે) મૌન રહ્યા હતા. અલ્પજ્ઞાનથી કોઈપણ નિગૂઢ રહસ્યમય પદાર્થનું સત્ય બતાડવા જતાં અસત્ય પણ નિરૂપાઈ જવાનો ભય હતો માટે સર્વજ્ઞ-સર્વ પદાર્થના જ્ઞાતા બન્યા વિના સત્ય શું છે ? તે કોઈને જણાવ્યું ન હતું.
અગણિત વંદન, જિનાગમોને
૧૦
વિજ્ઞાન અને ધર્મ