________________
સંવાદિતાને નિહાળવી જોઈએ.
અફસોસની વાત તો એ છે કે આધુનિક યુગમાં અર્થ અને કામની પ્રાપ્તિ પાછળ માનવ એવો ઘેલો બન્યો છે કે એની ખાતર એણે પોતાનું તન નીચોવી નાંખ્યું છે. મીઠું વેરી દીધું છે, મગજ ધોઈ નાંખ્યું છે, જીવન બરબાદ કર્યું છે, અમૂલ્ય સમય વેડફી નાખ્યો છે.
આટલું બધું કર્યા પછી પણ ભયાનક રોગોએ એનો પીછો પકડયો છે. શું હજી રોગોને એ નિવારી શકાયા નથી ?
ઘડપણ એની પાછળ જ દોડી આવ્યું છે. હજી એને ટાળી શક્યો નથી ?
મોત એના માથે લટકી રહ્યું છે, હજી એ ભય દૂર ભગાવી શક્યો નથી ? એટલે આ ત્રણેય - રોગ, જરા અને મરણ ધસી આવીને એના જીવનના બધા દાવ નિષ્ફળ કરી રહ્યા છે.
માનવની આ તે કેવી કરુણતા કે એણે આ બધું મેળવ્યું છે છતાં એ બધુંય-રોગો (Disease), જરા (Deacy) અને મૃત્યુ (Death)ના સપાટા વીંઝાતા જ નકામું બની જાય ! એના એક જ ઝપાટે એકાએક બધું મૂકી દેવું પડે !
જેની ખાતર જીવનની ખેતી કરી નાખી એ બધુંય અંતે મૂકી દઈને ક્યાંક ચાલ્યા જવાનું, જ્યાં કોઈ સ્વજન નથી, કોઈ મકાન નથી, કોઈ
સ્થાન નથી !
એક તો આ મોટી બરબાદી ! અને બીજું જીવનની એ અમૂલ્ય સંપત્તિ, એ અમૂલ્ય સમય, અને એ બહુમૂલ શારીરિક શક્તિ-બધાયનો – જે સત્ય મેળવવા પાછળ ઉપયોગ કરી નાંખવાનો હતો તેમાંનું કાંઈ જ ન કર્યું !
માનવજીવન શું વસ્તું છે ? જીવનનું કર્તવ્ય શું હોઈ શકે ? અહીંથી ક્યાં જવાનું છે ? સુખ શામાં છે ? શાન્તિ ક્યાં છે ? વગેરે આ જીવનના પ્રાણપ્રશ્નોને એણે બુદ્ધિથી જરાય મૂલવ્યા પણ નહિ !
આ જ તો એના જીવનના આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે ને ? જુવાનજોધ છોકરો એકાએક હાર્ટફેઈલર થાય તે જો આ જગતનું આશ્ચર્ય
, હા અગણિત વંદન, જિનાગમોને
મામાન
૭
ગણાતું હોય તો એની પાછળ કામ કરતા બળોને એ વખતે પણ નજરમાં લાવવાની લાચારી બતાડવી એ તો આશ્ચર્યોનું પણ આશ્ચર્ય કહેવું પડશે.
એકાએક એક જ રાતમાં એક ભિખારી જેવો માણસ લક્ષાધિપતિ બની જાય તે જો આશ્ચર્યની બીના ગણાતી હોય તો તેની પાછળ કામ કરતાં પરિબળોની વિચારણા માટે માનવનું મસ્તિષ્ક લાપરવા બને અને આશ્ચર્યોનું પણ આશ્ચર્ય ગણવું પડશે.
માનવ આજે લાપરવા બન્યો છે, પોતાના અંતરાત્માથી પોતાના ઘરથી. એ પરદેશમાં જઈને વસ્યો છે. કાલે આકાશમાં જઈને મથકો બાંધશે, પણ ગગનમાં વસવાટ કરતો માણસ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયો છે–તદન નિર્વાસિત બની ગયો છે. કોણ રોશે આ કરુણતા ઉપર ! આંસુનાં બે બુંદ પણ કોણ પાડશે એની આ બેવકૂફી ઉપર !
અહીં તો એટલું જ જણાવવું છે કે આ બધી પ્રક્રિયાઓએ માનવના જીવન ઉપર એવા વિષાણુઓ ફેલાવ્યા છે કે માનવે સત્યને જોવાની દૃષ્ટિ ગુમાવી છે, લાગણીને પામવાનું અંતર ખોયું છે, જીવનની શાન્તિને સ્પર્શવાની ચામડી સળગાવી નાખી છે. આથી જ માનવ લાચાર બન્યો છે, સત્યને સમજાવતાં શાસ્ત્રોનું અવગાહન કરવા એ કાયર બન્યો છે, સત્યના પ્રયોગો કરવા એ ઉદાસ બન્યો છે, સત્યને પચાવવાની આરાધના કરતા સાધકોનો સત્સંગ કરવાથી એ પીછેહટ કરતો રહ્યો છે.
છતાં આશાનું એક કિરણ દૂરસુદૂરના અંતરિક્ષમાં લિસોટો પાડતું દેખાય છે કે આવો આવો પણ છે તો માનવને ? જડ તો નથી જ ને ? તો ચાલો, ચાલો એક પ્રયત્ન કરીએ એને સમજાવવાનો. મહાઅભિમાની હરિભદ્રનાં અરમાનને પણ જેણે ચૂર ચૂર કરી નાંખ્યાં તો આજના માનવની મલિનતાને જિનાગમનાં એ સત્યો નહિ પખાળી શકે શું ? વિષયવાસનાઓની એની આગને બુઝાવવાનું નાનકડું કામ નહિ કરી શકે શું ?
જો આજના માનવને સત્ય જ ગમે છે : ખોટી કટ્ટરતા અણગમતી બની છે તો જિનાગમના સત્યની મહોબ્બત કરાવવાનું કામ ઘણું સહેલું બની જાય છે.
આ મા
વિજ્ઞાન અને ધર્મ