________________
૨૨. પરમાણુવાદનો ઉપસંહાર
મૂળતત્ત્વ અણુ જ પરમાણુ છે. ત્યારબાદ પ્રોટોન, ન્યૂટ્રોન, ઈલેક્ટ્રોન આવ્યા. આમ મૂળતત્ત્વની માન્યતા ૨૦ સુધી ગઈ, આ સંખ્યા હજી આગળ વધી શકે છે. શું વાસ્તવમાં જ પદાર્થના આટલા ટુકડા માનવાનું આવશ્યક છે કે પછી મૂળતત્ત્વોની સંખ્યાની આ વૃદ્ધિ એ અમારા અજ્ઞાનનું જ સૂચક છે ? ખરી વાત એ જ છે કે મૌલિક અણુ શું છે એ સમજ જ પ્રથમ તો પ્રાપ્ત થઈ નથી."*
કેવી આશ્ચર્યની આ બીના છે કે આજના સ્યુટનિક યુગના વિજ્ઞાનકાળમાં જે સિદ્ધિ હાંસલ કરવા માટે અઢળક વૈજ્ઞાનિકોએ પોતાનાં જીવનોની કુરબાની કરી, અનેક વિસંવાદોને ટાળવા પોતાની પેઢીઓ શહાદત પામી અને છેવટે જે સત્યપ્રાય: લાગતાં વિધાનો જાહેર કર્યા, તે વિધાનોને કોઈપણ પ્રયોગ કે પ્રયોગશાળા વિના કોઈપણ પ્રયાસ વિના ત્યાગ-તપની ઘોર સાધનાના ફળરૂપે પ્રાપ્ત થયેલ વીતરાગતા અને તેના ફળરૂપે પ્રાપ્ત થયેલી સર્વજ્ઞતાના પ્રકાશમાં એક ધડાકે, એકી સાથે તમામ સત્યોને જોઈ લીધો, જાણી લીધાં, જગતની સમક્ષ અનેક સત્યો પ્રકાશિત કર્યો.
આ વિષયનો ઉપસંહાર કરતાં હવે એટલું જ કહેવાનું કે જૈનદર્શન ખૂબ જ વ્યવસ્થિત વૈજ્ઞાનિક દર્શન છે. એણે માત્ર આત્માની, કર્મની કે ધર્મની વાતો નથી કરી પરંતુ પદાર્થ માત્રનું સ્વરૂપ ખુલ્લું કરી આપ્યું છે. વસ્તુ માત્રમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય છે એ વાત તો એ તત્ત્વજ્ઞાનના પાયાના વિચારસ્વરૂપ બની છે. આ ત્રણ પદમાંથી જ સમગ્ર તત્ત્વજ્ઞાન જન્મ પામ્યું છે. ભગવાનું જિન પણ પોતાના સાધનાકાળ દરમિયાન પરમાણુ વગેરે પદાર્થ ઉપર દિવસો સુધી ચિંતન કરતા હતા. બેશક, એ સાધનાથી જે જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ થઈ એણે જ પરમાણુ વગેરે તમામ પદાર્થોનું સ્વરૂપ આંખ સામે ખડું કરી દીધું હતું.
આજના વૈજ્ઞાનિકો આ વાત જાણતા નથી એટલે જ તેઓ એમ કહેવાનું મિથ્યા સાહસ કરે છે કે, ‘પરમાણુ એ તો ડેમોક્રેટસની જ આદ્ય શોધ છે.’ રે ! ડેમોક્રેટસના એ પરમાણુમાં તો સતત ફેરફારો થતા રહ્યા છે, જ્યારે ભગવાન જિનેશ્વરોએ પરમાણુનું જે સ્વરૂપ જણાવ્યું છે તે આજે પણ અવિચલિત રહ્યું છે.
આધુનિક વિજ્ઞાન કેટલું બધું પરિવર્તનશીલ છે એ વાત પૂર્વે જણાવી છે છતાં અહીં ફરી એ વાતનો નિર્દેશ કરવાનું સમુચિત લાગે છે. પરમાણુ અને વિશ્વ (Atom and Universe) નામના એક પુસ્તકમાં ૪૯ પેઈજ ઉપર જણાવવામાં આવ્યું છે કે ઘણાં દિવસ સુધી ત્રણ જ તત્ત્વ (ઈલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન) વિશ્વસંગઠનના મૂળભૂત આધાર મનાયા. પણ આજે તેની સંખ્યા ઓછામાં ઓછા સો સુધી પહોંચી ગઈ છે. મૌલિક અણુઓનો આટલો બધો વધારો ખૂબ જ અસંતોષનો વિષય બન્યો છે. વળી એ પ્રશ્ન સહજ રીતે ઊઠે છે કે મૌલિક તત્ત્વનો અમે સાચો અર્થ શું કરી શકીએ ? પહેલાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એમ ચારને મૌલિક તત્ત્વો કહ્યાં. પછી એમ વિચારવામાં આવ્યું કે રાસાયણિક પદાર્થોનું
* We have gone a long way from the simple picture of a universe which required only three elementary particles are known and the existence of as many again is possible... The great multiplicity at these particles is highly unsatisfactory and raises the question of what we really mean by an elementary particle. Originaly the name was applied to the four elements : fire, earth, air and water. Later it was thought that the Atom of each chemical element was an elementary particle. Then the term was limited to three only; proton, neutron and electron. It has now been extended to over twenty particles, and still more may yet be discovered. Is there really a need for many units of matter, or is this multiplicity of particles an expression of our total ignorance of the true nature of ultimate structure of matter...? At the moment, despite the remarkable progress made in nuclear physics, the riddle of elementary particles still remains unsolved.
પરમાણુવાદનો ઉપસંહાર
૨૧૭
૨૧૮
વિજ્ઞાન અને ધર્મ