________________
ગુરુદેવ કહે છે... સુખી કોણ?
વસ્તુને પોતે અનુકૂળ બની જાય છે. દુઃખી કોણ ? વસ્તુને અનુકૂળ બનાવવા મથે છે. પ્રસંગ ગમે તે બનો, પણ પોતે અનુકૂળ થઈ જવાથી હૃદયમાં કોઈ સંતાપ-વિકલ્પ કે રોદણાં નહીં રહે. આમ, સુખ-દુ:ખ એ મન અનુકૂળ કે વસ્તુ અનુકૂળ બનાવવા પર નિર્ભર છે.
દશા પોરવર્ડ સોસાયટીના એ ચાનુ માંસ દરમિયાન સવારના પહોરમાં શીતલનાથ પ્રભુનાં દર્શન કરવા ઉપાશ્રયમાંથી ગુરુદેવ, આપની સાથે અમો સહુ તૈયાર થઈને બહાર નીકળી તો રહ્યા જ હતા પરંતુ આપે દરવાજાની બહાર પગ મુક્યો અને આપ તુર્ત જ અંદર પધારી ગયા.
‘વરસાદ શરૂ થયો છે” બાપ એટલું બોલીને પુનઃ આસને બેસી જવા તૈયાર થઈ તો ગયા હતા પણ મેં બહાર નજર નાખી અને જોયું તો વરસાદ લગભગ બંધ રહી ગયો હોય એવું મને લાગ્યું,
‘ગુરુદેવ ! પધારો દર્શન કરવા. માત્ર મામૂલી ફરફર ચાલુ છે.'
રત્નસુંદર ! જીવવિચાર ભયો ?'
‘પાણીનું એક ટીપું અસંખ્ય અક્ષય જીવોથી
વ્યાપ્ત છે એ તારા ખ્યાલમાં ખરું ?'
‘તો ય તું એમ કહે છે કે ચાલો, દર્શન કરવા ? જીવ વિરાધનાની વ્યથા છે કે નહીં ?'
| ગુરૂદેવ ! જીવવિચાર હું ભયો, જીવોના ૫૬૩ ભેદ જાણવા, જીવવિયાર આપ ભણ્યા, જીવોને બચાવવા માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ સમજાઈ ગયો છે.