________________
ગુરદેવ કહે છે... જીવને દુઃખ આપત્તિમાં બચાવનાર ધર્મ છે તેથી એ સ્નેહી છે. જીવને ઈષ્ટ-સુખ-સગવડ વગેરે બધું ધર્મથી જ મળે છે તેથી એ ઈષ્ટ છે. ધર્મ પર મમત્વવાળો જ પ્રસન્નતા અનુભવી શકે છે તેથી એ મિષ્ટ છે.
ખે વોન્સહયુ ધર્મ જ દાખવે છે તેથી એ પ્રિય છે. ધર્મમાં કદી ય સગા-સ્નેહીના જેવી રીસ, રોષ, વાસાવૃતા, અકાળે તરછોડવાપણું વગેરે અસુંદરતા આવતી નથી તેથી એ મનોહર છે.
સમય હતો સાંજના પ્રતિક્રમણ પછીનો. અમે ચાર-પાંચ સાધુઓ આપની પાસે આવ્યા હતા આપની ભક્તિ કરવા પણ આપ સુવાના મૂડમાં નહોતા. વારંવાર આપની નજર ખુલ્લા આકાશ તરફ જઈ રહી
4.ની.
‘ગુરુદેવ, આરામ...' | 'હમણાં નથી કરવો’
'ઊઘ આવે તેમ નથી ?' *ઊંઘ તો આંખમાં હાજર જ છે"
તો ?” આજે પૂનમ છે. આકરામાં આજે ચાંદ પ્રગટવાનો છે. આમ તો યાદ આવી જ ગયો છે પણ આ વાદળાં જો ને, ચોદ સાથે જાણે કે સંતાકૂકડી રમી રહ્યા છે અને એના કારણે ચાંદનો પ્રકાશ અહીં સુધી પહોંચ્યો નથી. આ બાજુ હું સૂઈ જાઉં અને આ બાજુ વાદળાં વીખરાઈ જાય અને ચાંદની પૂરેપૂરી મકાનમાં ઉતરી પડે તો ચત બેકાર જ જાય કે બીજું કાંઈ થાય ? તમો સહુ સ્વાધ્યાય કશે, હું વાદળો વીખરાઈ જવાની આશામાં જાંગતો બેઠો છું.”
ગરદેવ ! અમને એમ લાગે છે કે પરમાત્મા મહાવીરદેવે ગૌતમને કહેલ આ વાક્ય ‘એક સમયનો પણ પ્રમાદ ન કરીશ’ 5ઘચ આપ દેવલોકમાંથી સાંભળીને જ આ ધરતી પર પધાર્યા હશો. એ વિના. આ હદની અપમવતા આપના જીવનમાં પ્રગટી જ શી રીતે હોય ?
૧