________________
ગુરુદેવ કહે છે.. પ્રતિક્રમણની ક્રિયામાં તો અનેકવિધ ચિત્તપરિક્ષામ સાચવવાનાં હોય છે. દા.ત., ઇરિયાવહિય પડિક્કમતા વખતે જીવદયાના પરિણામ સાથે જીવર્કિંસાના પશ્ચાતાપના પરિણામની અખંડ ધારા ચાલે. એમ ‘દેવસિય આલ ” દેવસિએ અતિચાર પડિક્કમવાના સૂત્ર વખતે પાપોના પશ્ચાતાપનો પરિણામ અખંડ ચાલે.
- સારાંશ, ક્રિયાનું મૂલ્ય ભાવચિત્ત પરિણામ પર ઊપજતું હોવાથી તે-તે પરિણામ અખંડ જાગતો રાખવાનું સચોટ દયાન રખાય તો મન એકાગ્યે ભાવભર્યું રહે છે.
અમદાવાદ-હાજી પટેલની પોળ-પગથિયાંનો ઉપાશ્રય. ચતુર્દશીનો દિવસ અને સાંજના પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ભણાવવાનો આદેશ માગી રહેલા મુનિઓની સંખ્યા દસેકની.
ગુરુ દેવ, આપે સાદુ વચ્ચે ઉછામણી મૂકી દીધી. ‘આખા પ્રતિક્રમણમાં જેટલા કાઉસ્સગ્ન લોગસ્સના આવે એ દરે ક લોગસ્સમાં ૨૪ તીર્થકર ભગવંતોના નામમાં મનનો ઉપયોગ જે રાખે એ પકુખી પ્રતિક્રમણ ભણાવે.’
એક મુનિવરને ઐનો આદેશ મળી તો ગયો પણ પછી ગુરુદેવ, આપ જે બોલ્યા એ બહુ માર્મિક હતું.
એક એક સૂમના એક એક પદમાં મનનો ઉપયોગ રાખવાની પ્રભુની આજ્ઞા છે પણ એ ક્ષેત્રે આપણે કેટલા બધા નબળા પડી ગયા છીએ કે આજે આપણે આવી ઉછામણી બોલવી પડે છે ! આ નબળાઈને દૂર કરવી હોય તો બહિર્મુખતા ઘટાડતા જાઓ. બહામાં જ ભટકતા રહેશો તો અંદરમાં ઠરશો ક્યારે ?
| ગુરદેવ આપ સંચમી તપસ્વી અને પ્રભાવક તો હતા જ પણ આપ જબરદસ્ત માનસશાસ્ત્રી પણ હતા. એ સિવાય મનની નબળી કડીને પકડી પાડીને આપ એના પર ઘ લગાવવાની યુકિતઓ દર્શાવી જ શું શકતા હોત !