________________
ગુરુદેવ કહે છે... અનંતા કમોને ખતમ કરી નાખવા માટે અને અનંતા સુખને મેળવવા માટે જિનાજ્ઞાપાલનનાં અથાં ચારિત્ર અને તપનાં કષ્ટ-તકલીફ ઉઠાવવા જ પડે. જેમ ઝેરનું ઓષધ ઝેર, તેમ અહી દુ:ખનું ઔષધ દુ:ખ :
ટૂંકમાં, પગે લાગેલા કાંટાને કાઢવા તેનાથી પણ વધુ અણીદાર સોય જોઈએ. એવું જ સંસારનાં સર્વ કષ્ટ ટાળવા માટે તપ-સંયમનાં કષ્ટ સ્વીકારવા જ જોઈ એ છે, | કૃષ્ટ વેઠવાની અને માં જે આપવાની તૈયારી હોય છે તો જ ધર્મ સિદ્ધ થાય છે આ સત્ય હંમેશાં ખાંખ સામે રખજો.
સૌરાષ્ટ્રનું એ નાનકડું ગામ હતું કે જયાં જૈનોના પંદરેક ઘર હતા. સામૈયા સહિત એ ગામમાં પ્રવેશ તો થયો પરંતુ ચાલુ સામૈયામાં એક શ્રાવકને પૂછયું ત્યારે ખ્યાલ આવ્યો કે આજે સાધર્મિક વાત્સલ્ય હતું. ‘આયંબિલનું શું કરશું ?' એ વિચાર મને આવી ગયો. એ અંગે ગુરુદેવ, આપની પાસે હું કાંઈ રજૂઆત કરું એ પહેલાં તો આપ પ્રવચન હૉલમાં પ્રવચન આપવા પધારી ગયા. એક કલાક આપનું પ્રવચન ચાલ્યું. ત્યારબાદ મેં આપને પૂછવું, અહીં તો સાધર્મિક વાત્સલ્ય છે. અમે આયંબિલવાળા મુનિઓ કરીએ શું ?”
આગળનું ગામ કેટલું દૂર છે ?'
૧૨ કિલોમીટર ‘તમે બધા તો જંગે બહાદુર છો, પચ્ચકખાણ પારીને પાણી અહીં વાપરી લો અને પછી પહોંયો સામેના ગામે, આયંબિલની નિર્દોષ ગોંયરીં ત્યાં મળી જ રહેશે.'
સવારના ૧૩ કિલોમીટરના વિહાર બાદ બીજા ૧૨ કિલોમીટરનો વિાર કરી અમે જ્યારે સામા ગામે પહોંચ્યા ત્યારે બપોરના બે વાગ્યા હતા. અમે સહુએ આયંબિલ સાંજના કર્યું !
ગુરુદેવ ! ‘શરીરને સાચવવાનું જરૂર પણ પંપાળવાનું તો હરગિજ નહીં” આ જીવનમંત્ર સાથે આપ તો જીવ્યા જ પણ અમને ય અવારનવાર એનો આ સ્વાદ કરાવતા રહીને આપ અમને સંયમજીવનની મસ્તી ચખાવતા રહ્યા