________________
ગુરુદેવ કહે છે... તાવનું :ખ તો દવા ટાળે, ભૂખનું દુ:ખ રોટલા ટાળે, ગરીબીનું દુ:ખ ધંધો ટાળે, કાયદાની ફસામણી વકીલ ટાળી આપે..આમ બધે દુ:ખમાં જુદાં જુદાં શરણ નક્કી કરી રાખ્યા. એમાં કયાંય વીતરાગ શરણભૂત આવ્યા ? શું મનને એમ થયું કે પેલાં બધાં પોકળ શરણ : મૂળ જો વીતરાગને નથી પકડચા તો દુઃખના નિકાલ લાંબા નથી જ પહોચવાના.
સંયમજીવનનું મારું પ્રથમ ચાતુર્માસ મલાડમાં હતું. મારી સંસારીપણાંની અવસ્થા મેં મલાડ માં જ વીતાવી હતી. સંસારીપણાનું મારું ઘર પણ મલાડમાં જ હતું.
એકદિવસ, સાંજનું પ્રતિક્રમણ પૂરું થયા બાદ મારા આસન પર બેઠા બેઠા હું દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યો હતો અને એ સમયે મારા સંસારી ભાઈએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
ગુરુદેવ, આપે ઉપાશ્રયના પ્રવેશ દ્વાર આગળ જ બિરાજમાન હતા. આપની નજર મારા સંસારીભાઈ પર પડી અને આપે એને ત્યાં જ ઊભો રાખી દીધો.
| ‘ક્યાં જવું છે ?' ‘મારા ભાઈ મહારાજ પાસે”
શું કામ છે ?”
બસ, એમ જ 'જો, તારા ભાઈ સાધુ બની ગયા છે, એમની પાસે સત્રિજગો કરવા જવાની તારે જરૂર efથી. એમને અત્યારે સ્વાધ્યાય કશ્વાનો છે. તું ચાલ્યો જા.'
| ગુદેવ ! અપની આ કઠોરતાં આત્મા માટે એકાંતે લાભદાચી જ હતી એ સમજવા જેટલી અક્કલ મારામાં આ વખતે હોત તો મેં આપના પ્રત્યેના દુભવથી મારા રિચાને ગ્રસ્ત ન જ થવા દીધું હોત ને ?