________________
‘ગુરુદેવ કહે છે.., બીજા સાથે બોલવામાં હલકા તુરછ શબ્દ ન બોલો. કઠોર નહીં પણ મધુર પ્રિય શબ્દ બોલો.
આવેશનું કે ખોટા બંધાઈ જવાય એવું ન બોલો, ન લખો.
સ્થળ હતું વડોદરાજાની શેરી ઉપાશ્રયનું. સમય હતો ફાગણ મહિનાનો. ગરમી ઠીક ઠીક પ્રમાણમાં શરૂ થઈ ગઈ હતી અને ગુરુદેવ, આપે મને માત્ર પુરુષો માટે રાત્રિ પ્રવચનો કરવાની આજ્ઞા કરી હતી. ત્રણેક દિવસ તો પ્રવચનો બરાબર ચાલ્યા પણ પછી સ્થિતિ એ સઈ કે ગરમીના કારણે પાણીનો શોષ ખૂબ પડવા લાગ્યો. રાતના બાર-બાર વાગ્યા સુધી મને ઊંઘ જ ન આવે,
ગુરુદેવ, આપની પાસે આવીને મેં વિનંતિ કરી કે રાત્રિ પ્રવચનની જવાબદારીમાંથી આપ મને મુક્ત કરો, રાતની ગરમી અને પાણીનો પડતો શોષ, મારાથી બંનેય સહન થતા નથી,
'રન સુંદર, કઈ તકલીફો નથી વેઠી આજીવે નક અને તિર્યંચાદિ ગતિઓમાં ? પ્રભુવચનોનો વિનિયોગ કરવાનું પરમ સભાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે ગરમી અને તરસને આટલું બધું પ્રાધાન્ય આપવાનું ? એક કામ કર, સવારના થોડોક મોડો ઊઠજે પણ પ્રવચનો તો તારે થRI જ રીખવીનો છે !'
ગુરદેવ ! આપના વાત્સલ્યને કોની ઉપમા આપું? ગંગોત્રીની નિર્મળતાની ? માખણની કોમળતાની ? હિમાલયની શીતળતાની ? પુપની સુવાસિતતાની ? શેરડીની મીઠાશની ? કદાય આપનું વાત્સલ્ય એ ઉપમાઓને ઓળંગી જાય તેવું હતું !