________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
સાધુના ૨૭ ગુણ :
આજે સાધુ પદનું ધ્યાન ધરવાનું છે ને? જેનું ધ્યાન ધરવું હોય, એની કલ્પના સ્પષ્ટ હોવી જોઈએ. સાધુનું કલ્પનાચિત્ર સાધુના ૨૭ ગુણોથી બનાવવાનું! જાણો છો સાધુના સત્યાવીસ ગુણ?
હૃદયકમલ મેં ધ્યાન ધરત
૫ (પાંચ) મહાવ્રતનું પાલન કરે, ૬ (છ) કાયાના જીવોની રક્ષા કરે. ૫ (પાંચ) ઇન્દ્રિયોનો નિગ્રહ કરે. રાત્રિ-ભોજનનો ત્યાગ કરે, લોભ રાખે નહીં, ક્ષમાને ધારણ કરે. ચિત્ત નિર્મલ રાખે. વિશુદ્ધ રીતે વસ્ત્રની પ્રતિલેખના કરે. સંયમ યોગોમાં પ્રવૃત્ત રહે. મન-વચન-કાયાના અશુભ યોગોનો ત્યાગ કરે, બાવીસ પરિષહોને સહન કરે.... અને મરણ-આદિ ઉપસર્ગ સહન કરે. સાધુ જીવનની આરાધનાનું આ વિશાળ ક્ષેત્ર છે. આ વ્યાપક આરાધના દ્વારા સાધુ ભગવંતો પોતાના આત્માને નિર્મળ બનાવતાં રહે.
૧૭ પ્રકારનો સંયમ :
જે સત્તર પ્રકારના સંયમની સાધના કરે તે સાધુ! પાંચ આશ્રવોથી વિરામ. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. ચાર કષાયો પર વિજય, અને મન-વચન-કાયાના દંડથી વિરતિ, શ્રમણ જીવનની સાધનાનું આ ક્ષેત્ર છે. સાધુ એવું ઉગ્ર તપ કરે કે તેમના શરીરનો રંગ બદલાઈ જાય! અંદરના કર્મોનો કાળો રંગ જાણે બહાર આવ્યો ન હોય! તેથી શરીરનો રંગ કાળો બની.ગયો! એટલું તપ-ત્યાગ કરે કે શરીર કાળું પડી જાય! માટે સાધુનો વર્ણ કાળો બતાવવામાં આવ્યો છે! ઉત્તમ સાધક : ધન્ના અણગાર :
ધન્ના અણગારે કેવું ઘોર તપ કર્યું? છઠ્ઠ તપના પારણે આયંબિલ. આમ આઠ મહિના સુધી તપની સાધના કરી અને છેલ્લે એક મહિનાનું અનશન કર્યું! ‘અનુત્તરોપપાતિક’ સૂત્રમાં તેમનું વર્ણન શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ કરેલું છે.
For Private And Personal Use Only
પૂર્વે તેઓ કાકંદી નગરીના સાર્થવાહપુત્ર હતા. અખૂટ વૈભવ વિલાસ હતાં. ૩૨ ક્રોડ સોનૈયાના માલિક હતા. ૩૨ કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. વૈભવ વિલાસમાં મગ્ન હતા. તે નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. તેમણે ઉપદેશ આપ્યો. તેમની અસરથી ધન્યકુમાર ‘ધન્ના અણગાર' બન્યા, વૈભારિંગરિ પર સાધના કરતા હતા. આઠ મહિનામાં તેમનું શરીર કેવું થયું, તેનું વર્ણન ભગવાને શ્રેણિક સામે કરેલું; તે વર્ણન સાંભળીને શ્રેણિકને ભાવના થઈ કે