________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હદયકમલ મેં ધ્યાન ધરત હું મહાજ્ઞાની આચાર્ય ભગવંતની વેધક જ્ઞાનદષ્ટિએ કુમારપાળના ભવિષ્યને જોઈ લીધું.... કુમારપાળમાં તેમણે મહાનું યોગ્યતા જોઈ, તેને ઉપાશ્રયમાં રાખ્યો હતો. જ્યારે સિદ્ધરાજના સૈનિકો આવી પહોંચ્યા ત્યારે આચાર્યદેવે કુમારપાલને જ્ઞાનભંડારમાં સંતાડ્યો! સિદ્ધરાજના સૈનિકો આવ્યા તેવા પાછા ગયા! કુમારપાળ રાજા થયા. પરંતુ માથે એમણે આ. શ્રી હેમચંદ્રસૂરિને રાખ્યા હતા. રાજ કુમારપાળ :
કુમારપાળનું જીવન કેવું હતું જાણો છો? કુમારપાળ પરમ શ્રાવક, દૃઢ શ્રદ્ધાવાન, પરમ આઈતુ હતા, પ્રજાને અહિંસક બનાવી, જીવન વ્રતમયસંયમમય બનાવ્યું, સાધર્મિકોના ઉદ્ધાર કર્યા; જ્ઞાનભંડારોનાં નિર્માણ કર્યા, હજારો જિનમંદિર અને લાખ્ખો જિનપ્રતિમાઓ બનાવી. આ બધાં સત્કાર્યોની પાછળ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાની પ્રેરણા, માર્ગદર્શન અને પ્રોત્સાહન હતાં. આચાર્યદેવે જ્ઞાનક્ષેત્રમાં કેવું ઉજ્જવળ અને અદ્ભુત કાર્ય કર્યું! સાડા ત્રણ કરોડ શ્લોકની રચના કરી! ૭૦૦ લહિયા લખતા હતા! કુમારપાળ અને તે પછી વસ્તુપાલ-તેજપાલ વગેરેએ કરોડો રૂપિયાનો સદ્વ્યય કરીને સમૃદ્ધ જ્ઞાનભંડારો બનાવ્યા. પાટણ, ખંભાત આદિ નગરોમાં તે ભંડારો હતા. કહેવાય છે કે મુસલમાનોએ તે ગ્રંથ ભંડારનાં પુસ્તકો બાળી બાળીને ત્રણ દિવસ સૈનિકો માટે ભોજન તૈયાર કરાવ્યું હતું! તારંગાના પહાડ પર ભવ્ય જિનમંદિર :
પૂજ્ય આચાર્યદેવની પ્રેરણા પામીને કુમારપાળે અનેક મંદિરોનાં નિર્માણ કર્યા હતાં. તેમાનું એક છે તારંગાના પહાડ પરનું ભવ્ય મંદિર! ૩૨ માળનું એ મંદિર છે! એ જગ્યાએ ઉંદરની ૩૨ સોનામહોર કુમારપાળે લઈ લીધી હતી. જ્યારે કુમારપાલ સિદ્ધરાજથી બચવા માટે જંગલમાં ભટકતા હતા, તેમની પાસે એક કોડી પણ નહોતી. તારંગાના પહાડ પર તેમણે એક દૃશ્ય જોયું : એક ઉંદર એક સોનામહોર લઈને દરની બહાર આવે છે અને વળી અંદર દરમાં જાય છેબીજી સોનામહોર લાવે છે... એમ કરીને તે ૩૨ સોનામહોર બહાર લાવ્યો! કુમારપાલને થયું કે : “ઉદરને સોનામહોરની શી જરૂર?' તેમણે સોનામહોરો લઈ લીધી. ઉદર બહાર આવ્યો.... આજુબાજુ જોયું... તપાસ કરી, સોનામહોરો મળી, માથું પટકી પટકીને મરણ પામ્યો. ઉંદરને મરેલો જોઈને કુમારપાળને ખૂબ દુઃખ થયું.... રાજા બન્યા બાદ આ દુર્ઘટનાની વાત
For Private And Personal Use Only