________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
શ્રી નવપદ પ્રવચન
ન માન્યો.... તો વેશપલટો કરીને......... વિશાળ સૈન્ય સાથે રાજા પર આક્રમણ કર્યું હતું અને સરસ્વતી સાધ્વીને બચાવી લીધી હતી. આચાર્ય આ રીતે ચતુર્વિધ સંઘને કુશળ રાખનારા હોય.
આચાર્ય જ્ઞાની, કરુણાવંત અને ધર્મદેશક હોય :
ચોથું લક્ષણ : આચાર્ય શ્રુતજ્ઞાનના પારંગત હોય. જે કાળમાં જેટલું શ્રુતજ્ઞાન હોય, તેમાં પારંગત હોય. જ્ઞાનબળથી જૈનશાસનની શાન વધારે. કોઈ પણ વાદી-પ્રવાદી આવે તો વાદવિવાદ કરવામાં આચાર્ય પીછેહઠ ન કરે! જૈન શાસનનો વિજયધ્વજ ફરકતો રાખે. પૂર્વે આચાર્યોને વાદ-વિવાદ માટે તૈયારી રાખવી જ પડતી હતી.
પાંચમું લક્ષણ : પથ્થરમાં પંકજ પેદા કરે! શિષ્ય મૂર્ખ હોય, જડ-બુદ્ધિ હોય, છતાંય આચાર્ય તેવા મુનિને જ્ઞાની બનાવે! પોતાના જ્ઞાનના બળથી, વાત્સલ્યથી અને કરૂણાથી, કંટાળે નહિ; જડબુદ્ધિનો શિષ્ય છે, એક વાર, બે વાર, ત્રણ વાર શીખવવા છતાં ન સમજે, ન શીખે તો કંટાળે નહિ, અજ્ઞાનીને જ્ઞાની અને મૂર્ખને સમજદાર બનાવે,
છઠ્ઠું લક્ષણ : આચાર્ય નિરંતર ધર્મનો ઉપદેશ આપે, થાક્યા વિના. જીવોના ઉપકાર માટે!
તે જાણતા હોય.છે કે કોણ જીવ કેવી રીતે ધર્મ પામે, કોને કેવો ઉપદેશ આપવો? ઉપદેશ દેવામાં તેઓ કુશળ હોય છે. તેવી રીતે જેને ઉપદેશ આપવાનો હોય, તેને તેની યોગ્યતાને પણ તેઓ પરખનારા હોય છે. તેમની વેધક જ્ઞાનદૃષ્ટિ મનુષ્યની આંતર-યોગ્યતા માપી લેતી હોય છે.
આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી :
જ્યારે કુમારપાળ સિદ્ધરાજના ભયથી ભટકતા હતા, સિદ્ધરાજે નક્કી કર્યું હતું કે ‘કુમારપાળને ખતમ કરી દેવો’. કુમારપાળ ભટકતા ભટકતા ખંભાતની બહાર આવેલા. એ વખતે ભવિતવ્યતાના યોગે શ્રી હેમચંદ્રસૂરિજી મ. પણ નગરની બહાર પધારેલા. ત્યાં એક અદ્ભુત દૃશ્ય જોયું. એક અદ્ભુત શુકન થતાં જોયા. એક મોટો લાંબો સર્પ! અને એના માથે કાચંડો નાચી રહ્યો હતો! કુમારપાળે હેમચંદ્રાચાર્યની ભવ્ય આકૃતિ જોઈને વંદના કરી. ગુરૂમહારાજાએ કહ્યું : ‘વત્સ, તું હાલ દુઃખી છે, પણ થોડા સમય પછી તું રાજા થઈશ. વિ. સં. ૧૧૯૯ ના મહા વદી ચોથ, રવિવારે પુષ્ય નક્ષત્રમાં તારો રાજ્યાભિષેક થશે.’
For Private And Personal Use Only