________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદયકમલ મેં ધ્યાન ધરત હું શ્રી સિદ્ધચક્રની રચના આ નવપદથી થયેલી છે. તે રચના મહત્ત્વપૂર્ણ છે. આચાર્ય ભગવંતે મયણાને તથા શ્રીપાળને શ્રી સિદ્ધચક્રની આરાધના-વિધિ બતાવી. જેને જેની આરાધના-વિધિ કરવી છે, તેને તેનું જ્ઞાન હોવું જ જોઈએ. આરાધનાની વિધિનું જ્ઞાન હોવું જોઈએ. આસન, મુદ્રા, કાળ અને દિશાનું પણ જ્ઞાન જોઈએ.
શ્રી સિદ્ધચક્ર-યંત્રના મધ્યમાં અષ્ટદલકમલ હોય છે. તે કમલની કર્ણિકામાં 3ૐ હ્રીં' સાથે અરિહંત પદનું ધ્યાન કરવાનું હોય છે! ૐ એ પ્રણવબીજ છે, અર્થાતુ મોક્ષબીજ છે. “” માયાબીજ છે.
પૂર્વદલમાં સિદ્ધપદ, દક્ષિણદલમાં આચાર્યપદ, પશ્ચિમદલમાં ઉપાધ્યાયપદ, ઉત્તરદલમાં સાધુપદ, અગ્નિ ખૂણામાં દર્શનપદ, નૈઋત્ય ખૂણામાં જ્ઞાનપદ, વાયવ્ય ખૂણામાં ચારિત્રપદ અને ઈશાન ખૂણામાં તપપદનું ધ્યાન ધરવાનું હોય છે. આ અદલનું પ્રથમ વલય કહેવાય,
બીજું વલય પોડશદલ (૧૬ પાંખડી)નું હોય છે. તેમાં એક એક દલના અંતરે અષ્ટવર્ગનું (, વ, , ૩, ૪, ૫, ૫, શ.) ધ્યાન કરવાનું. ખાલી રહેલાં આઠ દલોમાં નમો અરિહંતાઈ નું ધ્યાન કરવાનું.
ત્રીજા વલયમાં આઠ દિશાઓમાં આઠ “અનાહત'નું ધ્યાન કરવાનું. બે-બે દલના અંતરે બે-બે લબ્ધિપદ સ્થાપવાનાં, એમ પ્રથમ પંક્તિમાં ૧૬ લબ્ધિપદ આવે. એવી રીતે બીજી અને ત્રીજી પંક્તિમાં પણ ૧૬-૧૬ લબ્ધિપદ આવે. દરેક લબ્ધિપદની સાથે “ૐ pી મર્દ નમો નિ ’ બોલવાનું. ત્યારપછી યંત્રપીઠથી લબ્ધિપર્યત માયાબીજ વડે (1) ત્રણ રેખાઓથી ચારે બાજુ વેસ્ટન કરીને, તેની પરિધિમાં આઠ, ગુરૂ પાદુકાની સ્થાપના કરી, તેને નમસ્કાર કરવાના. ચોથી અડધી રેખાના અંતે “શૈ' લખવાનું. તેની પરિધિમાં ગુરૂ-પાદુકા (પાદન્યાસ) સ્થાપવાની.
ચારેય દિશાઓમાં જયાદિ ચારે દેવીઓની સ્થાપના કરવાની અને ચારે વિદિશામાં જંભાદિ દેવીઓની સ્થાપના કરવાની.
ત્યારપછી કલશાકાર યંત્રના ઉપરના ભાગમાં શ્રી વિમલવાહનાદિ અધિષ્ઠાયક દેવો અને ચક્રેશ્વરી વગેરે દેવીઓની સ્થાપના કરીને તેમનું મંત્રપદો દ્વારા ધ્યાન કરવાનું.
૧૬ વિદ્યા દેવીઓ, ગોમુખ વગેરે ૨૪ શાસનદેવો, ચક્રેશ્વરી આદિ ૨૪ શાસનદેવીઓની સ્થાપના કરવાની, યંત્ર કલશના નીચે-મૂળ ભાગમાં સૂર્યાદિ
For Private And Personal Use Only