________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૫ વગરનું. કોઈ ઉપાય પાપવાળો હોય; કોઈ ઉપાય પાપ વિનાનો હોય. આચાર્ય મહારાજાએ કહ્યું : “એક નિરવદ્ય ઉપાય બતાવું છું.”
પછી ગુરુ મહારાજાએ મયણાને નવપદની આરાધના બતાવી. “આલોક તથા પરલોકમાં સુખ આપે તેવી શ્રી જિનેશ્વર ભગવંતે નવપદની આરાધના બતાવી છે. આ નવપદ સિવાય વિશ્વમાં કોઈ પરમ અર્થ નથી. સમગ્ર જૈનશાસનનો સાર આ નવપદ છે. ભૂતકાળમાં જે સિદ્ધ થયા, વર્તમાનકાળમાં જે થઈ રહ્યા છે ને ભવિષ્યમાં જે થશે, તે બધા શ્રી સિદ્ધચક્રના પ્રભાવથી!
આ નવપદમાંથી એક એક પદની આરાધના કરી કેટલાય આત્માઓ આ ભવસાગર તરી ગયાં છે, ને પરમ સુખ પામ્યા છે. નવપદના સંયોજનથી સિદ્ધચક્ર યંત્ર બન્યો છે.” ત્રણ પરમ તત્વ :
આ વિશ્વમાં કાર્યસાધક ત્રણ તત્ત્વ છે. મંત્ર, તંત્ર અને યંત્ર, યંત્રમાં સર્વશ્રેષ્ઠ શ્રી સિદ્ધચક્ર છે. મંત્રમાં સર્વશ્રેષ્ઠ નવકાર મંત્ર છે. તંત્રમાં સર્વશ્રેષ્ઠ સામાયિક છે.
આમાં યંત્ર તે સિદ્ધચક્ર, મંત્ર તે નવકાર, ને તંત્ર તે સામાયિક. ત્રણેય તમારી પાસે છે. આ જેની પાસે છે, તેની આગળ ત્રણેય ભુવનનો વૈભવ, દેવલોકના ઇંદ્રનો વૈભવ તુચ્છ છે.
અજ્ઞાની મનષ્ય-જંગલી ભીલને રત્ન મળ્યું. તે તેને ઓળખી ન શક્યો. તેને કાચનો ટુકડો માની બકરીના ગળે બાંધ્યું. તેના માટે તે કાચનો ટુકડો હતો, તેથી કાંઈ તે કાચનો ટુકડો ન હતો. ઉત્તમ વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો કલ્યાણ થઈ જાય; પરંતુ તેની શ્રેષ્ઠતા-ઉત્તમતા સમજાઈ જવી જોઈએ.
કોઈ મહાયોગી, મહાજ્ઞાની તમારા દ્વાર પર આવે, પરંતુ તેની ઓળખાણ ન હોય તો? તે સિદ્ધપુરૂષ ભલેને માટીનું સોનું કરી આપતા હોય, પણ ઓળખાણ ન હોય તો શું કરવાનું? માટે શ્રી સિદ્ધચક્ર, નવકાર અને સામાયિકની ઓળખાણ જોઈએ.
મંત્ર, તંત્ર, યંત્ર-ત્રણેયની સાચી આરાધના જેના જીવનમાં આવી જાય, પછી શું બાકી રહે? બેડો પાર થઈ જાયને?
ગુરૂ મહારાજે નવપદનાં નામ બતાવ્યાં; અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ.
For Private And Personal Use Only