________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૩
ભાવનામૃત
પ્યાર થઈ જાય, ચારિત્ર સાથે સંબંધ રાખી એક એક વસ્તુ સાથે દૃઢ રાગ થઈ જાય ત્યારે ચારિત્રની વાસના પ્રગટ થઈ શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારે માત્ર ચારિત્રનો વેશ નહીં, પરંતુ ચારિત્ર-ગુણ જોઈએ છે. અમારા આત્મામાં ચારિત્રગુણ પ્રગટી જાય, તે માટે પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાથી અમારું અંતઃકરણ નિરંતર ભાવિત રહે. સિવાય ચારિત્ર, અમારા જીવનનો બીજો કોઈ આદર્શ ન રહે! બસ, આ અમારી અભિલાષા છે. હે ભર્વાષિતારક ચારિત્રપદ!
અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આ મનુષ્યજીવન ચાલ્યું ન જાય ત્યાં સુધી ચારિત્રને સિદ્ધ કરી લઈએ, તે માટે શક્તિ આપો. ચારિત્રના વેશની સાથે જ અમારા દેહને અગ્નિદાહ દેવાય અને ચારિત્રના ગુણને લઈ આત્મા પરલોકમાં ચાલ્યો જાય. આ અમારું કાર્ય થઈ જાય, તે માટે આપની નિરંતર કૃપા મળતી રહો.
ત-પદ
હે પ્રભો! ચરમતીર્થપતિ ભગવંત મહાવીરદેવ!
આપે ઘાતી કર્મોનો જે નાશ કર્યો, એક માત્ર તપના બળ પર! આપ જાણતા હતા કે ‘મને આ ભવમાં કેવળજ્ઞાન પ્રગટવાનું છે.' છતાં પણ આપે ઘોર તપનો સહારો લીધો. તપપદના આલંબને કર્મક્ષય કર્યો. આપ સાડા બાર વર્ષ સુધી પલાંઠીવાળીને ભૂમિ પર બેઠા પણ નહીં. આપે તપપદની અદ્ભુત કોટિની આરાધના કરી. છ બાહ્ય અને છ આવ્યંતર એમ બાર પ્રકારના તપમાં આપ નિરંતર મશગૂલ રહ્યા. આપના ધ્યાનની ધારા પણ ઉચ્ચ કક્ષાની તપશ્ચર્યા હતી. કોઈ દિવસો સુધી આપે ધ્યાનમાં ષડૂદ્રવ્યોનું ચિંતન કર્યું. દ્રવ્યગુણ અને પર્યાયથી ચિંતન કર્યું, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી ચિંતન કર્યું. ધ્યાનની આગમાં આપે કર્મોને સળગાવી દીધાં.
તપપદની આરાધનાથી વીર્યાન્તરાય કર્મનો પણ ક્ષય-ક્ષયોપશમ થાય છે. અમે પણ ચાહીએ છીએ કે અમારા વીર્યંતરાય કર્મનો ક્ષય-ક્ષયોપશમ થાય. બાર પ્રકારના તપમાં વિકાસ થાય. પરંતુ પ્રભો! અમારી ચારે બાજુ આહારસંજ્ઞાએ ઘેરો ઘાલ્યો છે. અમે આહાર-સંજ્ઞાને પરવશ પડી ગયા છીએ.
ચાર કષાય, ચાર સંજ્ઞાઓ, પાંચ મહાપાપ.... પાંચ વિષયો... આ બધાના
For Private And Personal Use Only