________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું હે વિશ્વપ્રકાશક જ્ઞાનપદ!
એવી કૃપા કરો... જેવી શોભન મુનિ પર કરી હતી. ગોચરી જતાં પણ જ્ઞાનનો અવિરત પ્રવાહ વહેતો હતો. સ્ત્રીએ પાત્રમાં પથરા વહોરાવી દીધાં તો ય કોઈ ખ્યાલ ન રહ્યો! એવી કૃપા કરો જેવી દુર્બલિકા પુષ્પમિત્ર પર કરી હતી! અમે પણ ચાહીએ છીએ કે જ્ઞાનની પાછળ પાગલ બની જઈએ. જો પાગલ બનવામાં પણ રાગ-દ્વેષ અને મોહ ઘટે છે તો પાગલપણું પણ અમને મંજૂર છે. હે કરુણાસાગર જ્ઞાનપદ!
અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે અમારા આત્મામાં સમ્યગૂજ્ઞાનનો એવો દીપક પ્રગટાવો કે જે ક્યારે ય ન બુઝાય.
થાત્રિપદ
અક્ષય ચારિત્રવિભૂષિત દેવાધિદેવ પરમાત્મા!
અમે એવું ચારિત્ર ચાહીએ છીએ કે જે વીતરાગચારિત્ર હોય. રાગ અને ચારિત્રની કટ્ટર શત્રુતા છે. વૈરાગ્ય અને ચારિત્રનો દઢ સંબંધ છે. વૈરાગ્યના સિવાય ચારિત્ર હોઈ શકે નહીં, પરંતુ જ્યારે અમે અમારું અંતર નિરીક્ષણ કરીએ છીએ ત્યારે વૈરાગ્યના સ્થાને રાગ દેખાય છે! અમે ઇચ્છીએ કે અમારો વૈરાગ્ય મજબૂત થઈ જાય. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોનો રાગ મન્દ જ નહીં, મન્દર મજૂતમ થઈ જાય. પછી અમારા માટે ચારિત્રની આરાધના સરળ બની શકે છે.
ચારિત્રનો વેશ ધારણ કર્યા પછી પણ કોના પર વિજય મેળવવો મુશ્કેલ છે તે વાત વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે બતાવી છે
'तत्प्राप्यविरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्या' વિરતિનો સ્વીકાર કરી લીધો; દીક્ષા ગ્રહણ કરી લીધી, પરંતુ વૈરાગ્ય પર વિજય મેળવવો કઠિન છે. અમારે ચારિત્રની ભાવના નહીં પરંતુ વાસના જોઈએ છે. જેવી પાંચ વિષયોની વાસના છે, તેવી જ વાસના ચારિત્રની જોઈએ. એ વાસના ચારિત્રપદની આરાધનાથી ઉત્પન્ન થાય છે.
ચારિત્ર' નામ સાથે, ચારિત્રી મહાપુરુષો સાથે, ચારિત્રનાં ઉપકરણ સાથે
For Private And Personal Use Only