________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
હદયકમલ મેં ધ્યાન ધરત હું કર્મરૂપી કુંભારે સંસારરૂપી ચાકડા પર ચઢાવી, કુબોધરૂપી દંડાથી ઘુમાવી... મને દુઃખપૂર્ણ ભાજન બનાવ્યો... હે નાથ, આવા કૂર કર્મોથી આપ મારૂં રક્ષણ કરો. આપ તરણતારણ છો.. અમે આપના ચરણોમાં આવ્યા છીએ.. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવેના ભાવોમાં આપનાં ચરણોને છોડી કોઈનાં ય ચરણો અમે નહીં સ્વીકારીએ. ભવોભવ તમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી સેવકજનની વાણી.
અમે આપના ચરણસેવક છીએ.... રજતુલ્ય છીએ. અમે મોહમાયામાં ફસાયેલા છીએ. અઢાર પાપસ્થાનકોમાં આત્મભાન ભૂલેલા છીએ.... પરંતુ આજ અમે ધન્ય છીએ. કૃતપુણ્ય છીએ.... કારણ કે આજ આપનાં દર્શન મળ્યાં! આટલા દિવસ તો આપના શાસનના સ્વરૂપને અમે સમજ્યા ન હતા. આજ આપની અનંતકૃપાથી કંઈક સ્વરૂપ સમજી શક્યા છીએ. હવે અમને કોઈ ડર નથી! કારણ કે અમે આપની આંગળી પકડી છે. હા, એ આંગળી છૂટી ન જાય એ માટે કૃપા આપે કરવી પડશે! આપ અચિજ્ય કૃપા-કુંભ છો.
હે ત્રિભુવનનાથ! હે જગદીશ્વર! હે કરુણાસિંધુ! હે ત્રિલોકપતિ. કૃપા કરો... એકવાર પુનઃ અમે પ્રાર્થના કરીએ છીએ.... ઘટ-ઘટમાં આપનું ધ્યાન રહો.... અમે આપના સ્વરૂપમાં લીન થઈએ. પુનઃપુનઃ પ્રાર્થના કરીએ છીએ કે અમારા આત્માને આપ પવિત્ર કરો.
સિદ્ધ-પદ)
હે અનંત સિદ્ધ પરમાત્મા!
આપ ચૌદ રાજલોકના ઉપર સિદ્ધશિલા પર બિરાજમાન છો. આપે અક્ષયઅનન્ત-અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. હે ભગવંત! આપનો પ્રભાવ અચિંત્ય છે. જે કોઈ આપનું ધ્યાન ધરે છે, તેનું અવશ્ય કલ્યાણ થઈ જાય છે. આપનું ધ્યાન ધરવાથી આત્મા નિર્મલ બને છે; ભવબંધન તૂટી જાય છે.
આપે ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અગુરુલઘુતા, અરૂપિતા, અક્ષય-સ્થિતિ અને વીતરાગતા પ્રાપ્ત કરેલ છે. અમે પણ ચાહીએ છીએ કે અમારાં કર્મોનો પણ ક્ષય થઈ જાય, અમારા જીવનમાં પણ એવો ધન્ય દિવસ આવે, પરંતુ પ્રભો!
For Private And Personal Use Only