________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ભાવનામૃત જગન્નાથ! છતાં અમારા ચિત્તમાં શાંતિ કેમ નથી?
'शरण्य! कारुण्यपरः परेषां निहंसि मोहज्वरमाश्रितानां । मम त्वदाज्ञां वहतोऽपि मूर्जा
शान्ति न यात्येष कुतोऽपि हेतो।। હે પ્રભુ!
આપ દેવ-દેવેન્દ્રોથી પૂજિત છે. જ્યારે આપનો જન્મ થયો હતો, ત્યારે ઇન્દ્રનું સિંહાસન પણ ડોલી ઊઠ્યું હતું, જન્મ સમયે ઇન્દ્ર અહીં આવ્યા, સૌધર્મેન્દ્ર પાંચ રૂપ કર્યા અને નાચતો-કૂદતો આપને મેરૂગિરિ પર લઈ ગયો. ત્યાં ઠાઠમાઠથી ચોસઠ ઇન્દ્રોએ અને કરોડો દેવોએ આપનો જન્માભિષેક મહોત્સવ મનાવ્યો.. છતાં આપના અંતઃકરણમાં તો જરાય ઉત્કર્ષ ન જાગ્યો! ધન્ય મારા હૃદયેર! સૌધર્મેન્દ્ર આપની સામે બળદનું રૂપ કરી નાચતો હતો, શું સમજીને? “પ્રભુ! હું આપની સામે ન તો દેવરૂપમાં ઊભો રહી શકું.... ન તો મનુષ્યરૂપે. હું તો આપની સામે પશુતુલ્ય છું.”
જ્યારે ઈન્દ્ર પણ આપની સામે પોતાની જાતને પશુ સમજે છે તો અમે? અરે, અમે તો પશુથી પણ ઊતરતી કક્ષાના છીએ.
દીક્ષા લઈને આપે ઘોર ઉપસર્ગ સહન કર્યા. ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી આપે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આપે ધર્મતીર્થની સ્થાપના કરી. દેવોએ સમવસરણ બનાવ્યું. અષ્ટ પ્રાતિહાર્યની દિવ્ય વિભૂતિથી આપ શોભાયમાન હતા.
અશોકવૃક્ષની શીતલ છાયા આપના સમવસરણ પર છાયેલી હતી. આપના ઉપર ત્રણ છત્ર શોભતાં હતાં. પાછળ ભામંડલ ઝગમગ-ઝગમગ થતું હતું. આપની બે બાજુ દેવો ચામર વીંઝી રહ્યા હતા. મણિજડિત સિંહાસન પર આપ બિરાજતા હતા. દિવ્ય ધ્વનિનું ભવ્ય સંગીત અને દુંદુભિના નાદથી વાતાવરણ પ્રફુલ્લ બનેલું હતું. પંચવર્ણનાં સુગંધિત પુષ્પોની વૃષ્ટિ થતી હતી.... આપના સમવસરણની કેવી અદ્દભુત શોભા! છતાં આપને ન હતો કોઈ પર રાગ અને ન હતો કેષ! આપની આ દિવ્ય વિભૂતિનાં જેણે દર્શન કર્યા તેનો જન્મ સફળ થઈ ગયો.... પરંતુ મારા દેવ! તે સમયે હું ક્યાં ભટકતો હતો? જ્યારે આપ અહીં હતા ત્યારે તો મેં આપનાં દર્શન ન કર્યા.... કર્મોએ મારા પર ક્રૂરતા વરસાવી....
For Private And Personal Use Only