________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
શ્રીમંતોમાં આવી ભાવના હોવી જોઈએ. તો સમાજનો થર ઊંચે જાય. ઉચ્ચ ધાર્મિક, નીતિમય જીવન જીવનારા ગરીબ શ્રાવકોનો શ્રીમંતોએ ઉદ્ઘાર કરવો જ જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભિખારીએ લીધેલા ત્રણેય નિયમ જીવનભર પાળ્યા!
ભિખારીએ ત્રણ નિયમનું દૃઢતાપૂર્વક સુંદર પાલન કર્યું. તેનો પરિવાર વધ્યો, પૈસાદાર થયો, પણ નિયમ ન તોડવા. શ્રીમંતાઈમાં પણ તેણે નિયમ નિભાવ્યા......... ટૂંકાવ્યા, ગરીબાઈમાં લીધેલા નિયમ શ્રીમંતાઈમાં ટકાવે તે મહાન! ગરીબાઈમાં નિયમ લો. ભાગ્ય ફર્યું, શ્રીમંત બન્યા. હવે શું કરવાનું? નિયમ અંગે કંઈ ને કંઈ બહાનાં શોધો ને?
‘પહેલા રૂપિયાના ૬૪ પૈસા હતા તે હવે ૧૦૦ પૈસા છે,' નિયમ વખતે મેં પર્સનલ અમુક રૂપિયા માટે ધારણા કરી હતી.... આ સંપત્તિ પર્સનલ નથી.' લાખો રૂપિયા કમાયા પછી પોતાની પત્નીના નામે, દીકરાને નામે બેંકમાં જમા ક૨ાવોને? હા, શ્રીમંતાઈમાં નિયમ ટકાવવો મુશ્કેલ છે.
આ ભિખારી મરીને રાજાને ત્યાં જન્મે છે, ત્યાં રાજ્યમાં ૧૨ વર્ષનો દુકાળ પડવાનો હતો. તે દુકાળ એના જન્મથી ટળી ગયો! રાજાએ આ જોયું તો તેણે જ્યોતિષીને પૂછ્યું : ‘આ શું? તમે તો દુકાળ કહેતા હતા ને? અહીં તો સુકાળ છે! ક્યાં ગયું તમારું જ્યોતિષશાસ્ત્ર?'
જ્યોતિષીએ કહ્યું : ‘મહારાજા, કોઈ અગમ્ય કુદરતી ઘટના બને ત્યારે આ પ્રમાણે થાય; આપને ત્યાં મહાન તપસ્વી જીવનો રાજકુમા૨ તરીકે જન્મ થયેલો છે, તે મહાન ભાગ્યશાળી છે, તેમના પ્રભાવથી આ ફેરફાર થયો છે,’ આજના તપપદના ધ્યાન માટે આ ભિખારીનો આદર્શ સામે રાખીને ધ્યાન ધરવાનું છે.
પ્રતિજ્ઞાપાલન મહાન ધર્મ :
એ નિયમમાં કેટલી દૃઢતા હતી? ઘરમાં વૈભવ હતો, બધા સુંદર સુંદર વસ્તુઓ ખાતા હતા. છતાં એનું મન લલચાતું નહીં હોય? બધા માલ ઉડાવતા હશે ત્યારે તેની પત્નીએ આગ્રહ નહીં કર્યો હોય? તેના દીકરાએ એમ નહીં કહ્યું હોય કે ‘પિતાજી! નિયમ લીધો ત્યારે તમે ગરીબ હતા, આજે સ્થિતિ પલટાઈ છે, તો નિયમ પણ પલટાવો જોઈએ!’
આમ ઘરના લોકોએ શું આગ્રહ નહીં કર્યો હોય? એમ પણ કહ્યું હશે કે
For Private And Personal Use Only