________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું
આનંદ પ્રાપ્ત જ નહીં થાય. બાહ્યમાંથી અત્યંતરમાં જવાનું લક્ષ્ય બનાવો. સ્થૂલમાંથી સૂક્ષ્મમાં જવાનું ધ્યેય નક્કી કરો. પરમાત્માનું મંદિર અને પરમાત્માની મૂર્તિ એ તો સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ જવાનો માર્ગ છે!
જિનમૂર્તિ એ તો માધ્યમ છે :
શ્રી સિદ્ધચક્રજી, જિનમૂર્તિ કે સિદ્ધચક્રજીનું યંત્ર એ તો આલંબન છે. એ આલંબનના આધારે-સહારે અત્યંતર સાધનામાં પ્રવેશ કરવાનો હોય છે. આપણે ત્યાં ‘મૂર્તિપૂજા’ શબ્દ પ્રચલિત છે. વાસ્તવમાં મૂર્તિપૂજા નહીં, પ્રભુપૂજા કરવાની છે. જેમની મૂર્તિ છે તે પરમાત્માની પૂજા કરવાની છે. ‘મૂર્તિ' તો આપણા અને પરમાત્માની વચ્ચેનું માધ્યમ છે.!’
પરમાત્માની મૂર્તિ ઘરની બારી છે. એ બારીની બહાર અનંત આકાશ દેખાય છે! નાની સરખી બારીમાંથી અનંત વિશાળ.... આકાશ દેખાય છે! પરમાત્માની મૂર્તિની બારીમાંથી અનંત જ્ઞાનમય અનંત ચારિત્રમય પરમાત્માના સ્વરૂપનાં દર્શન થાય છે, પણ આપણે તો બારીમાં જ રોકાઈ ગયા! અનંત આકાશ તરફ તો જોયું જ નહીં!
બારીને શણગારવામાં પડી જાય અને તેને પૂજવામાં જ લાગી જાય તો? કોઈ પૂછે કે ‘ભાઈ, બારી પાસે ઊભા રહેવાનું પ્રયોજન શું છે?' બારી એટલા માટે છે કે અનંત બ્રહ્મના આકાશને જોઈ શકાય, પણ સ્થૂળ દૃષ્ટિથી, અજ્ઞાનતાથી અજ્ઞાની જીવ સ્થૂળમાં જ અટકી જાય છે.
પરમાત્માની મૂર્તિનાં દર્શન-પૂજન કરતાં કરતાં મૂર્તિ ભૂલી જાઓ અને પરમાત્માના વાસ્તવિક સ્વરૂપમાં પહોંચી જાઓ, તે જરૂ૨નું છે. પરમાત્માના સ્વરૂપમાં લીન બનવાનું છે.
:
કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થયો, તો પહેલાં તેનાં કપડાં જોઈશું, પછી મોઢું, પછી આંખ! પ્રેમની પરાકાષ્ટામાં તે બધું ભૂલીને પ્રેમનો મહાસાગર દેખાય! પરમાત્માનું પૂજન, તેમની આંગી વગેરે પ્રાથમિક ભૂમિકા છે, તે પછી સમગ્ર મુખાકૃતિમાં મન સ્થિર બને, પછી મૂર્તિની આંખોમાં સ્થિર થાય. પછી પોતાની દૃષ્ટિ બંધ કરવાની.... અરે! દૃષ્ટિ આપોઆપ બંધ થઈ જાય.... અને પરમાત્મસ્વરૂપમાં ભક્ત ખોવાઈ જાય!
પરમાત્મામાં ખોવાઈ જવાનું છે! બ્રહ્મસ્વરૂપમાં પહોંચવા માટે, પરમાત્માના સ્વરૂપમાં રમણતા માટે બાહ્ય ક્રિયાઓ બારી સમાન છે.
For Private And Personal Use Only