________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન અગિયારમું)
સમ્યક્ તપ-પદ પરમ ઉપકારી આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રીપાળની કથાના પ્રારંભમાં અરિહંતાદિ નવ પદોનું પોતાના હૃદય-કમળમાં ધ્યાન ધરીને શ્રી સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. સિદ્ધ બનવાનું લક્ષ્ય :
જેને સિદ્ધ બનવું છે, તેણે સિદ્ધચક્રની આરાધના કરવી અનિવાર્ય છે. સિદ્ધિ પ્રાપ્ત કરવાનું જેનું લક્ષ્ય છે, આત્માની નિર્મળતા અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનું જેનું લક્ષ્ય છે, તેવા જીવ માટે સિદ્ધચક્રની આરાધના અત્યંત આવશ્યક, અનિવાર્ય બની જાય છે. પરંતુ સિદ્ધચક્રની આરાધના માત્ર બાહ્ય સ્વરૂપે જ કરે, અત્યંતર આરાધનામાં પ્રવેશ ન કરે, તો સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
આપણે કહીએ છીએ કે “અમારે મોક્ષ જોઈએ, મોક્ષમાર્ગ જોઈએ, સિદ્ધિગતિ પ્રાપ્ત કરવી છે પણ કહેવા માત્રથી કાંઈ પ્રાપ્ત થતું નથી. જો કહેવા માત્રથી મોક્ષ મળતો હોત તો આપણે બધાય મોલમાં પહોંચી ગયા હોત!
અનંતકાળથી, અનંત ભવોથી, ચોરાસી લાખ યોનિમાં ભટકવા છતાં સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. કારણ કે આપણી દષ્ટિ સિદ્ધચક્ર પર ગઈ જ નહીં, ગઈ તો ઠરી
નહીં!
જે ધર્મસાધના, ધર્મ-આરાધના સિદ્ધચક્રને કેન્દ્રમાં રાખીને કરવી જોઈએ, તે ન કરી. સિદ્ધચક્રની આરાધના કે નવપદની આરાધના માત્ર બાહ્ય પૂજન-દર્શન રૂપે જ કરી. અભ્યતર આરાધના ન કરી. બાહ્યમાંથી અભ્યતર તરફ જવાનું છે ?
સંઘમાં કહો કે સમાજમાં કહો, સિદ્ધચક્રની બાહ્ય આરાધના ઘણી વધી ગઈ છે. પોણોસો વર્ષના વૃદ્ધને પૂછશો તો કહેશે : “આટલાં બધાં આયંબિલની ઓળી કરનારા પહેલાં ન હતા. સિદ્ધચક્રનાં મહાપૂજન આટલાં થતાં ન હતાં.” પરંતુ સિદ્ધચક્રજી સાથેનો આંતરિક સંબંધ તૂટતો ગયો છે. જ્યાં સુધી અભ્યતર આરાધનામાં પ્રવેશ ન થાય, સિદ્ધચક્રજી આત્મસાત્ ન થાય, ત્યાં સુધી આત્માનો
For Private And Personal Use Only