________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત છે મુશ્કેલીભર્યા કેસ તે જીતી બતાવે ત્યારે ને? તમને થાય કે “અરે! આવો ન જિતાય તેવો કેસ જીતી ગયા! કમાલ કરી!” પછી તમને તે વકીલ પર શ્રદ્ધા થાય ને? પરમાત્મશ્રદ્ધા હૃદયમાં પ્રગટાવો :
એક બીજા રસ્તે પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આપત્તિમાં ફસાયેલી એક વ્યક્તિને તમે સાચો માર્ગ બતાવ્યો, મુશ્કેલીમાં હોવા છતાં તે ન માને અને વધુ દુઃખી થાય, પછી તે જ કહેશે કે “પેલા ભાઈએ બતાવેલો માર્ગ સ્વીકાર્યો હોત તો આ પરિણામ ન આવત...' આમ ઠોકર ખાધા પછી સાચા માર્ગે વળે! અને તમારા પર શ્રદ્ધાવાન બને.
પરમાત્માએ જે પરમ સુખ, પરમ શાન્તિનો માર્ગ બતાવ્યો છે, તેના પર શ્રદ્ધા સ્થાપિત કર્યા વિના આપણે ભાગ્યનાં બહાનાં કાઢીએ છીએ. પાપના ઉદયનું બહાનું કાઢી ધર્મપુરુષાર્થ કરતા નથી. ધર્મઆરાધનામાં પીછેહઠ થાય છે. શાથી આમ થાય છે? આપણે પરમાત્માને ઓળખી શક્યા નથી. પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આપણે અપરિચિત છીએ, પરમાત્માની અનંતશક્તિને આપણે સમજી જ શક્યા નથી.... આ પરિસ્થિતિમાં કોઈ મનુષ્ય મળે અને બતાવે કે પરમાત્માના બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલવાથી પોતે કેવી રીતે શાંતિ અને સુખ મેળવ્યાં, ત્યારે આપણામાં પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય.
અમે પ્રભુના માર્ગથી દૂર રહ્યા હતા, પરમાત્માના પ્રભાવથી અજ્ઞાત હતા, તેથી જીવન ક્લેશ, અશાંતિ અને સંતાપથી રિબાઈ રહ્યું હતું, પરંતુ પરમાત્માનો માર્ગ મળ્યો, માર્ગને સમજ્યા અને માર્ગ પર ચાલવાથી ફ્લેશાદિ નાશ પામ્યા.” આ પ્રમાણે સાંભળવાથી તમને થાય ને કે “તો હું પણ તે માર્ગે ચાલું?'_આ છે શ્રદ્ધાનો બીજો માર્ગ.
“પરમાત્માએ બતાવેલા માર્ગે જ સુખ શાંતિ મળે, તે સિવાયના બીજા માર્ગે દુઃખ અશાંતિ જ મળે'-આ પ્રકારની શ્રદ્ધા થવી જોઈએ.
કોઈ પુરુષ એક માર્ગે જાય છે, ત્યાં તેને સુખ અને શાંતિ મળે છે, તો એવો વિચાર આવે ને કે હું પણ આ રસ્તા પર ચાલું. તે માટે મારે શું કરવું જોઈએ? નિરાશ ન બનો... ચાલતા રહો.
પ્રશ્ન : પરમાત્માના બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલવાની ભાવના તો થાય છે, પણ ચાલવાની શક્તિ નથી!
ઉત્તર : શા માટે કાયર બનો છો? મોક્ષમાર્ગની કોઈ એક સાધના નથી, અનેક સાધનાઓ છે. વળી, માર્ગ એક જ હોય, પરંતુ કોઈક મનુષ્ય પાંચ
For Private And Personal Use Only