________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* વ્યાખ્યાન પહેલું
)
अरिहाइ-नवपयाई ज्ञाइत्ता हिययकमलमज्झम्मि सिरिसिद्धचक्कमाहप्प-मुत्तमं किंपि जंपेमि।।
- સિરિ-નિરિવાર ET અનંત ઉપકારી પરમ કૃપાનિધિ પરમાત્મા જિનેશ્વર દેવોએ સારાય વિશ્વના હિત માટે, ધર્મતીર્થની સ્થાપના કરી, વિશ્વને મોક્ષમાર્ગ બતાવ્યો. ધર્મની આરાધના, ઉપાસના જીવોના હિત માટે, કલ્યાણ માટે બતાવી.
આ વાત આપણા હૃદયમાં બરાબર ઠસી જવી જોઈએ. તે માટે હૃદયમાં પ્રબલ વિશ્વાસ સ્થાપિત થવો જોઈએ. આ વિશ્વાસ ક્યારે સ્થાપિત થાય? જ્યારે મોક્ષમાર્ગ બતાવનારા, ધર્મની આરાધના બતાવનારા તીર્થંકર પરમાત્મા પ્રત્યે સ્નેહ પ્રગટે, રાગ થઈ જાય ત્યારે! પરમાત્મા સાથે સંબંધ બાંધોઃ
પરમાત્મશ્રદ્ધા અનેક પ્રકારે પ્રગટ થાય છે. સૌપ્રથમ તો સર્વજ્ઞ પરમાત્મા સાથે સંબંધ બંધાય. સંબંધ બાંધવાનું કાર્ય ધર્મઆરાધનાથી શક્ય બને. ઘર્મઆરાધના કરવા પૂર્વે એક જ વિચાર કરવાનો કે “ધર્મની આરાધના કર્યા સિવાય આત્મકલ્યાણ નથી. ધર્મઆરાધનાથી જ શાશ્વત્ શાંતિ મળે છે.”
પરંતુ કહેવા માત્રથી, બોલવા માત્રથી કાંઈ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જે જીવોએ પરમાત્માએ બતાવેલી ધર્મઆરાધના કરી છે, તે આરાધનામાં જેમને સફળતા પ્રાપ્ત થયેલી છે, તેમના તરફ જુઓ. ચર્મચક્ષુથી નહીં, જ્ઞાનદૃષ્ટિથી જુઓ. એ દર્શનમાંથી સમ્યગદર્શન પ્રગટ થશે! સમ્મશ્રદ્ધા પ્રગટશે.
કોઈ એમ સાંભળે કે “અમુક ડૉક્ટર સારા છે', તો સાંભળવા માત્રથી ડૉક્ટર પર વિશ્વાસ નહીં મૂકે, પણ “તે ડૉક્ટરથી અમુક માણસની વ્યાધિ દૂર થઈ, તેમની ટ્રીટમેન્ટથી ખૂબ ફાયદો થયો.” પછી? તમે બોલી ઊઠશો: “અરે! સરસ! ડૉક્ટર ખૂબ સારા છે! આપણે પણ તેમની પાસે જઈશું ને દવા લઈશું આમ ડૉક્ટર પર શ્રદ્ધા સ્થાપિત થઈ.
વકીલ, બેરિસ્ટર કે સોલિસીટર પર વિશ્વાસ ક્યારે થાય? જીતી ન શકાય તેવા
For Private And Personal Use Only