________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
- હૃદયકમલ મેં ધ્યાન ધરત હું આજે કેટલાક કહે છે : “દેશકાળ બદલાયો છે. માટે સાધુએ પૈસા રાખવા જોઈએ, લગ્ન કરવાં જોઈએ, ટ્રેઇનમાં બેસવું જોઈએ, વિદેશમાં જવું જોઈએ? વગેરે વગેરે. તમારા લોકોને કેવા સાધુ જોઈએ છે, એનો વિચાર કરો! આવું બોલનારા પંડિતો હવે પેદા થયા છે! આવી વાતો એમને કેવી રીતે સૂઝી, એ જાણો છો? આવાઓની દૃષ્ટિમાં ઈસાઈ ધર્મ છે! પહેલાં યુરોપમાં રોમન કેથોલિક ધર્મ હતો, તેમાંથી પ્રોટેસ્ટન્ટ' નીકળ્યા! આ પ્રોટેસ્ટન્ટ ધર્મમાં ધર્મગુરુને કોઈ નિયમ નહીં! બંધન નહીં! તેમના સાધુઓને માત્ર પ્રચાર કરવાનો! સાધુ એટલે માત્ર ધર્મના પ્રચારક! ભલે સાધુતાના આરાધક ન હોય, ચાલશે ને?
મોક્ષમાર્ગ શું છે? મોક્ષમાર્ગની આરાધના શું છે, એ કંઈ જ તમારે સમજવું નથી! એટલે જ આજે ઠગો ફાવી જાય છે. આજકાલના ભગવાનો!
હમણાં નવા નવા ભગવાન પેદા થયા છે ને? પહેલાં તો મંદિર, સાધુ... નિયમો, વેશ.... બધું છોડવાનો ઉપદેશ આપ્યો! હવે તેમને થયું, “આપણે ભગવાન બનવું છે, શિષ્યો તો જોઈએ! તો માંડવ્યા કંઠી બાંધવા! તે કંઠીના પેન્ડલમાં પોતાનો ફોટો! સાધુ બનવા માટે માત્ર ભગવાં કપડાં પહેરવાનાં! બાકી બધું તમે કરી શકો! ફક્ત ભગવાં કપડાં પહેરવાનાં અને એ ભગવાનનો પ્રચાર કરવાનો!
આવી કંઠી તમારા શહેરમાં પણ કેટલાંકે બાંધી છે ને? ધતિંગ સિવાય બીજું શું છે? બુદ્ધિશાળી દુનિયાને ઠગવાનો એવો પ્લાન બનાવ્યો છે કે ભણેલાં ગણેલાં બુદ્ધિશાળી પણ આ ચક્રમાં ફસાઈ ગયા! હા, જેમણે અંદરની પાપલીલા જોઈ, તેઓ પાછા વળી ગયાં. ભારતમાં એક વખત “વામપંથ' ચાલતો હતો, તેની આ નવી આવૃત્તિ છે! માત્ર વિષયવાસનાનો ઉન્માદ! નાચવું અને કૂદવું! ધ્યાનના નામે નગ્ન બનવું! ઓછું ધતિંગ છે?
ગુજરાતના એક ગામમાં ઈમિટેશન-બનાવટી ભગવાન પહોંચ્યા! બહાર બગીચામાં એમનું ધતિંગ ચાલી રહ્યું હતું... છોકરા-છોકરી Dim Light ઝાંખા પ્રકાશમાં નાચે, કૂદે, કપડાં ઉતારે! ગામ લોકોને ખબર પડી-લાકડી લેતા ને સો-બસો પહોંચ્યા. રાતોરાત તેમને ભગાડ્યા!
યુગને નામે, જમાનાના નામે જે દુનિયાના પ્રવાહમાં તણાયો, તે તો મર્યો સમજે. કોઈ કહે છે કે : “એમાં શું? લોકોને તો લાભ થાય છે ને? ધર્મનો પ્રચાર થાય છે ને? ભલે સાધુને છૂટછાટ લેવી પડે.” જો આ રીતે સાધુસંસ્થા પોતાના આચાર-વિચારમાં ઢીલ છોડશે, તો પછી પુનઃ યતિયુગ આવશે!
For Private And Personal Use Only