________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦.
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું છોડી શકાય ને? જીવનમાં ક્યા ક્યા પાપ અનાવશ્યક છે, તેનું લિસ્ટ કરો, તેનો ત્યાગ કરવાનો સંકલ્પ કરો. કરશો ને?
પાપત્યાગનો પ્રારંભ થયો તો સમજવું કે મહાનતાનો પ્રારંભ થયો! સંયમના બે પ્રકાર :
સંયમ બે પ્રકારનાં છે : દેશ સંયમ અને સર્વ સંયમ. દેશ સંયમ એટલે અલ્પ માત્રામાં સંયમ અને સર્વ સંયમ એટલે સંપૂર્ણ સંયમ. ચારિત્રપદના ધ્યાનમાં જે મહાપુરૂષોનું ધ્યાન ધરવાનું છે, તે સંપૂર્ણ સંયમી સાધુ પુરૂષોનું ધ્યાન ધરવાનું છે. જેમણે પાંચેય પાપોનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરેલો હોય. મનથી પાપ ના કરે, ન કરાવે કે ન અનુમોદના કરે; વચનથી પાપ ન કરે, ન કરાવે કે ન અનુમોદના કરે; કાયાથી પાપ ન કરે, ન કરાવે કે ન અનુમોદના કરે. આ પ્રમાણે ત્રિવિધે-ત્રિવિધ પાપનો ત્યાગ કરે.
મનથી પાપ ન કરે, મનથી પાપ ન કરાવે, મનથી પાપ માટે અનુમોદના ન કરે, એટલે શું?
દા. ત. મનથી હિંસાનો ઓર્ડર આપે! જાણે પોતે કમાન્ડર બની ગયો! ઑર્ડર આપે “ફાયર' “ગોળીઓ છોડો!' “મારી નાંખો!' આ મનથી પાપ થયું! સાધુપુરૂષ મનથી આવું પાપ ન કરે. - બિછાનામાં હોય. ટી. બી. થયેલો છે. થર્ડ સ્ટેજ છે, પથારીમાંથી ઊતરી શકતો નથી.... તો મનથી પાપ કરાવે! કેવી રીતે? મનમાં ગડમથલ કરે.... બીજા પાસે પાપ કરાવવાના વિચારો કરે... અને પાપ કરાવી દીધું... એવી કલ્પનાઓ કરે... અને પછી મનથી જ એની ખુશી અનુભવે!
સાધુપુરૂષ... ચારિત્રવંત પુરુષ આ રીતે મનથી પાપ કરાવે નહીં કે અનુમોદના કરે નહીં. આવી રીતે વચનથી અને કાયાથી પાપ કરે નહીં, કરાવે નહીં અને અનુમોદના કરાવે નહીં. પાપોની અનુમોદના ન કરો :
આજના છાપાઓના યુગમાં, જેની સાથે કાંઈ જ લેવા-દેવા ન હોય તેવાં પાપોની અનુમોદના વધી ગઈ. જેની સાથે તમારે કોઈ જ સંબંધ ન હોય, છતાં અનુમોદના કરો ને? કોઈ હિંસાની ઘટના છાપામાં વાંચી કે “સારું થયું! આવું થવું જ જોઈતું હતું.” બોલી જાઓ ને? બોલો નહીં, મનમાં આવી જાય, તો પણ પાપોનાં બંધન થઈ જાય છે-તે જાણો છો ને?
For Private And Personal Use Only