________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી નવપદ પ્રવચન મંડનમિશ્ર અને નાવિક :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
એક પ્રાચીન પ્રસંગ છે. મંડનમિશ્ર વિદ્વાન પંડિત હતા. તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા, મંડનમિશ્ર કોઈની પાસેથી કાંઈ પગાર લેતા નહીં. જેને જે આપવું હોય તે આપે.
એક દિવસ એવું બન્યું કે મંડનમિશ્રના ઘરમાં ધાન્યનો એક દાણો પણ ન રહ્યો. માએ કહ્યું : 'બેટા, ઘરમાં અનાજનો દાણો પણ નથી!
મંડનમિત્રે કહ્યું : ‘આજે ઉપવાસ કરીશું, મા!'
માએ કહ્યું : ‘કાલનું શું?'
મંડનમિશ્ને કહ્યું : ‘કાલે ધાન્ય મળશે તો ભોજન કરીશું; નહીંતર કાલે પણ ઉપવાસ'' ખૂબ સ્વસ્થતાથી જવાબ આપે છે.
માતાથી ન રહેવાયું. તેમણે કહ્યું : ‘આવી દરિદ્રતામાં શા માટે જીવવું?' મંડનમિશ્ર બોલ્યા : ‘આપણે ક્યાં દરિદ્ર છીએ? આપણે જ્ઞાનધનથી શ્રીમંત છીએ. જ્ઞાનધનના શ્રીમંતને ધન કે ધાન્યની પરવા નથી હોતી!' કેવી સરસ વાત કરે છે!
ધનના શ્રીમંતને જ્ઞાન અને ધર્મની પરવા નથી હોતી! માતા શું કહે? માતાએ કહ્યું : ‘આદર્શ તો સારો છે, પરંતુ મારી એક શિખામણ માની જા. તું રાજસભામાં જા. ત્યાં રાજાનાં ગુણગાન કર, રાજા એટલું ધન દેશે કે જિંદગીભર પછી ચિંતા નહીં, વળી રાજા ઇચ્છે છે કે મંડનમિશ્ર રાજસભામાં આવે. તારે માટે રાજાને ઘણું માન છે!’
For Private And Personal Use Only
માતાનો આગ્રહ જોઈ, ઇચ્છા ન હોવા છતાં, મંડનમિશ્ર રાજસભામાં જવા નીકળ્યા. રસ્તામાં નદી આવી. નદીને પાર કરી સામે કાંઠે જવાનું હતું. નદીમાં પાણી હતું. નાવડી તૈયાર હતી. નાવિક ત્યાં બેઠો હતો, કેટલાક મુસાફરો નાવડીમાં બેસી ગયા. મંડનમિશ્ર બેસવા ગયા ત્યાં નાવિક બોલ્યો : કેમ પંડિતજી, પૈસા આપો.'
મંડનમિશ્ર ; પૈસા તો નથી.
નાવિક : તો નહીં જવાય.
મંડનમિશ્ર : વગર પૈસે નહીં જવાય?
નાવિક : તો પછી અમે ખાઈએ શું?