________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સાધુ જીવનમાં પણ સંઘર્ષો કેમ?
આજનાં છોકરા-છોકરીઓને બાલ્યકાળથી આવું કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી... એટલે એમને દીક્ષા આપવામાં પણ વિચાર કરવો પડે! આજના કાળે જોઈને વિચાર કરીને દીક્ષા ન અપાય તો લેનાર અને આપનાર બંનેની શાંતિ ટકે નહીં. એનું દિમાગ, એના વિચાર, એની Choice-પસંદગી... કેવી છે? તે શું ઇચ્છે છે? તેનો Mood કેવો છે? આ બધું જોવું જોઈએ. એની સાથે ચારિત્ર જીવનની આરાધના, જ્ઞાન તરફની રૂચિ, સંયમ તરફની સદૂભાવના, અનુશાસન માનવાની તૈયારી, આ બધું જોવાનું. કોઈ આવીને કહે, “સાહેબ, દીક્ષા લેવી છે. અને મહારાજે દીક્ષા આપી દીધી! દીક્ષા લીધી એટલે વિહાર કરવો પડે ને? વિહાર કરવાનો આવે એટલે કહે : સાહેબ, મારાથી વિહાર તો નહીં થાય!' અમે કહીએ: કરવો પડશે!” પછી શું થાય? સંઘર્ષ! એ કહે : “મને તો આવી ઠંડી ગોચરી નહીં ચાલે!” અમે કહીએ : “ચલાવવું પડે!' તો શું થાય? સંઘર્ષ! એ કહે : “મને આવું શાક નહીં ભાવે' અમે કહીએ : “ગમે તે ચલાવવું પડે!” તો થાય? સંઘર્ષ! ભરાવાનું કહીએ, તો કહે : “મન નથી લાગતું!” ત્યાં સંઘર્ષ! “તપ કરો,” એમ કહીએ, ત્યારે કહે : “તપ થતું નથી.” તો ત્યાં સંઘર્ષ! આવા સંઘર્ષથી કેટલું ટેન્શન રહે? માથે કેટલો ભાર રહે? સામાન્ય રીતે કહેવાથી તપ કરે નહીં, વધુ કહેવાથી ગુસ્સે થાય! પ્રેરણા કરવાની પણ ખાસ ટૅકનિક હોય છે. શિષ્યની અભિરૂચિ કેવી રીતે જાગ્રત થાય, અભિરૂચિ પેદા કરવાની શક્તિ ગુરૂમાં હોવી જોઈએ! શિષ્યોનાં પોતાનાં કર્તવ્યો હોય છે, તેમ ગુરૂજનોનાં પોતાનાં કર્તવ્યો હોય છે! સહુ પોતાનાં કર્તવ્યો સમજે ?
ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગ સૂત્ર વગેરે સૂત્રોમાં શિષ્યનાં કર્તવ્યો સમજાવાયેલાં છે, તેમ બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર વગેરેમાં ગુરૂજનોનાં કર્તવ્યો કહેવામાં આવેલાં છે. ગુરૂએ જેમ શિષ્યનાં કર્તવ્યો જાણવાનાં છે તેમ પોતાનાં કર્તવ્ય પણ જાણવાનાં છે! ગુરુ તો બની ગયા, પણ પોતાના કર્તવ્યોનું જ્ઞાન (ઉત્સ-અપવાદનું) ન હોય તો સંઘર્ષ થાય જ. જ્ઞાન એવું હોવું જોઈએ કે જે જ્ઞાન આપણા જીવનમાં સમતા, શાંતિ, પ્રસન્નતા પેદા કરે; મનને નિર્મળ કરે, વિકારોની ને વિકલ્પોની જાળને ખતમ કરે.
પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ છે? કેવા હતા તે મહાપુરૂષો? કેવા હતા પુણ્યશાળી ગુરૂઓ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તે ગુરૂજનો પગાર લેતા નહીં! નિઃસ્વાર્થ ભાવનાથી જ્ઞાનદાન કરતા હતા.
For Private And Personal Use Only