________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત છું અમારા એક પરિચિત પંડિતજી બનારસમાં ભણતા હતા ત્યારની વાત છે. તેમણે પોતાની વાત કહી : “અમે કાશીમાં ભણતા હતા, ત્યારે ચોટલી ખીલા સાથે બાંધતા! જરા ઊંઘ આવે કે ચોટલી ખેંચાય! તેઓએ કહ્યું “રાતના બાર વાગ્યા સુધી અભ્યાસ કરવો પડતો. સવારમાં પાંચ વાગે ઊઠીને અભ્યાસ કરવા બેસવું પડતું!' તેઓ વિદ્યાના અર્થી હતા.
આજે તેવા વિદ્યાર્થી નથી. ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું નથી, ડિગ્રી મેળવવી છે! Qualification મેળવવું છે! જ્ઞાની દેખાવું છે, જ્ઞાની બનવું નથી. એથી જ્ઞાનનો આદર નથી, જ્ઞાનીનું બહુમાન નથી. કર્તવ્યનિષ્ઠા નથી. જ્ઞાની પુરુષોનો મહિમા કે પ્રભાવ ઓછો થઈ ગયો છે. પ્રાચીન કાળમાં ગુરુકુલવાસઃ
ભારતમાં પ્રાચીન સમયમાં ગુરૂકુળ-આશ્રમો હતા. ત્યાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે રાજકુમારો પણ ભણતા. તે આશ્રમના ગુરૂજનો પહેલાં તો નવા આવનારા વિદ્યાર્થીઓ પાસે કેટલાક દિવસ મહેનત મજૂરી કરાવતા! આશ્રમ સાફ કરાવે, લાકડાં લાવવાનું કહે. પાણી ભરવાનું કહે! આથી વિનય, વિવેક, સેવાની તાલીમ મળતી હતી. તેમાં તૈયાર થયા બાદ પાસે બેસાડી શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતા. એક કલાક જ્ઞાન આપતા, તે બાર કલાક જેટલું થતું હતું! વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન ભલે અડધો કલાક મેળવ્યું હોય, તે બાર કલાક જેટલું બને! એક માસનું જ્ઞાન બાર માસ જેટલું થાય. એક વર્ષનું જ્ઞાન એક જિંદગીનું જ્ઞાન બની રહે. ગુરૂને પણ ભણાવવાનો મૂડ આવે ત્યારે બોલાવે! અડધી રાતે શિષ્યને જગાડી ગુરૂ કહેતા-“આવો, તત્ત્વ સમજાવું!” ગુરૂ તો માત્ર ચાવી લગાવતા. એ ચાવીથી શિષ્યનો જ્ઞાનભંડાર ખૂલી જતો. જ્ઞાન વાસ્તવમાં આત્મામાંથી પ્રગટ થાય છે. વિનય, ભક્તિ અને બહુમાન જ્ઞાન ખજાનાની ચાવીઓ છે. આજે તમારે ચાવી લગાવવી નથી અને તિજોરી ખોલી નાંખવી છે! લાત મારીને તિજોરી ઉઘાડવી છે ગુરૂની નિંદા, ગુરૂ પ્રત્યે દ્વેષ કરીને જ્ઞાન મેળવવું છે. માસ્તરોને કહે છે ને? પાસ ન કર્યા, તો પછી આવો બહાર! વર્તમાનકાળનાં વિદ્યાલયો?
તમારી કૉલેજો અને સ્કૂલોમાં શિક્ષણ અંગે મીંડુ થઈ ગયું છે મીંડુ! કૉલેજમાં છોકરા-છોકરીને મોકલો છો ને? ભલે મોકલો પણ એ તમારા રહેવાના નથી! હાથ ધોઈ નાખવાના! આજે સ્કૂલ-કૉલેજો શિક્ષાનાં ધામ નથી રહ્યાં; બુરાઈઓનાં ધામ બન્યાં છે. ત્યાં નશા પણ થવા લાગ્યા! હા, ઘણા છોકરા-છોકરીઓ
For Private And Personal Use Only