________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૧૭ પણ એક શબ્દ ય યાદ ન રહે. તમને થાય : “આવાને દીક્ષા અપાય?” હા, અપાય. સમર્પણભાવ હોય તો અપાય. મુંબઈમાં એક ટુડિયો છે, ત્યાં લખેલું છે: ‘તમે મોટું હસતું રાખો, બાકીનું અમે સંભાળી લઈશું!'
ગુરુ-સમર્પણ અગત્યનું છે. એક વાર ગુરુ કહે, “આ કૂવો છે, કુદી પડો.” તો કૂદી પડવાનું! પછી શા માટે? કેવી રીતે?' પ્રશ્નો પૂછવાના નહીં. કાંઈ આવડે નહીં, ત્યારે ગુરુએ કહ્યું : “બે વાત ધ્યાન રાખો. બે પદનું જ્ઞાન આપ્યું: રોષ ન કરવો, રાગ ન કરવો! “મા ૫ મા તુષ.” વૃદ્ધ તો માંડ્યા બોલવા. માં રુષ, મા તુષ, મા રુપ મા તુષ, માપતુષ...મા તુષ...' ગુરુએ કહ્યું : “બરાબર નથી!' વૃદ્ધ શ્રમણ બોલ્યા : “મિચ્છામિ દુઃ ' ફરીથી ગોખવા માંડચા.. પાછી ભૂલ થઈ.... તો ફરીથી મિનિ કુવહું આમ કેટલાંય વર્ષો ચાલ્યું. પણ તે ભૂલ ન સુધરી શકી તે ન જ સુધરી શકી. ગુરૂ મહારાજે ખૂબ પ્રયત્ન કર્યો... ૧૨ વર્ષ વીતી ગયાં... ન તો ગુરૂને કંટાળો આવ્યો, ન તો શિષ્યને કંટાળો આવ્યો. પરિણામ શું આવ્યું? ભલે એમને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ન થયો, ક્ષય જ થઈ ગયો! કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું! જ્ઞાનોપાસના :
હા, જ્ઞાનોપાસનામાં કંટાળો, નિરાશા, ઉદાસીનતા-આ બધાં તત્ત્વો બાધક તત્ત્વો છે. ભગવંતની આજ્ઞા એવી નથી કે આ બધું જ ભણી લો, પણ ભગવંતની આજ્ઞા એવી છે કે “અધ્યયનનો પ્રયત્ન ચાલુ રાખો.”
જ્ઞાનાભ્યાસની મહેનત પૂરી જોઈએ. એમાં પ્રમાદ-આળસ ન ચાલે. જેમ સંસારીને શીધ્ર ધન ન મળે છતાં મેળવવાની મહેનત કરવામાં કચાશ રાખતો નથી તેમ સમ્યજ્ઞાન માટે યોગ્ય કાલ, વિનય, બહુમાન, ઉપધાનતપ, ગુરૂનો અનપલાપ, સૂત્ર, અર્થ અને તદુભયના અભ્યાસરૂપ આ આઠેય જ્ઞાનાચારનું પાલન અવશ્ય જોઈએ. માપતુષ મુનિનો સતત પ્રયત્ન કેવો સફળ થયો! બાર વર્ષ સુધી બે વાક્ય ગોખ્યાં, પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન થયો, જ્ઞાન ન મળ્યું, શ્રુતજ્ઞાન ન મળ્યું, પણ કેવળજ્ઞાન મળી ગયું! સર્વધાતી કર્મોનો નાશ થયો! માપતુષ મુનિ વીતરાગ કેવળજ્ઞાની બની ગયા!
જ્ઞાની બનવા માટે જ્ઞાની ગુરૂના ચરણે મન-વચન-કાયાથી સમર્પણ કરવું પડે. જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રમાદ દૂર કરવો જોઈએ. સુસ્ત જીવો જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા.
'विद्यार्थिनः कुतः सुखम्? सुखार्थिनः कुतो विद्या?' વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય અને સુખના અર્થીને વિદ્યા ક્યાંથી હોય?
For Private And Personal Use Only