________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ વ્યાખ્યાન નવમું
)
સમ્યગૂજ્ઞાન-પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરિજી મહારાજા, શ્રીપાલકથાના પ્રારંભમાં અરિહંતાદિ, નવ પદોનું હૃદય-કમળમાં ધ્યાન ધરીને સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. કર્મચક્ર અને સિદ્ધચક્ર :
સિદ્ધચક્ર એક એવું અદ્ભુત ચક્ર છે, કે જે ચક્ર દ્વારા મનુષ્ય પોતાના કર્મચક્રનું ભેદન કરી શકે છે. કર્મચક્રના આરા આઠ હોય છે. સિદ્ધચક્રના આરા નવ હોય છે! કર્મચક્ર આઠ કર્મનું છે, સિદ્ધચક્ર નવ પદનું છે.
અનંત અનંત કાળથી કર્મચક્ર આપણા આત્મા પર ફરતું રહ્યું છે, ફરતા રહેલા કર્મચકે આપણને બરબાદ કર્યા છે, આપણા ભાવ-પ્રાણનો નાશ કર્યો છે, હવે તે કર્મચક્રનો નાશ કરવો છે? તો એક જ ઉપાય છે, અને તે સિદ્ધચક્ર!
કોઈ અપૂર્વ, અદૂભુત અને ગમે તેટલું સારું ચક્ર હોય, પણ તેને ફેરવતાં ન આવડે, નિશાન લેતાં ન આવડે, તો ચક્ર કાંઈ કામ કરી ન શકે, માત્ર શસ્ત્ર સારૂં હોય તેટલાથી શત્રુ ન જીતાય, શસ્ત્રને ચલાવતાં પણ આવડવું જોઈએ. કર્મચક્રને નષ્ટ કરો:
સિદ્ધચક્રને ઘૂમાવતાં આવડવું જોઈએ. બરોબર ઘુમાવીને, નિશાન લઈને ફેંકવામાં આવે તો તે કર્મચક્રના ચૂરેચૂરા કરી નાખે! સિદ્ધચક્રને ઘુમાવવું એટલે સિદ્ધચક્રનું હૃદયકમળમાં ધ્યાન ધરવું! સિદ્ધચક્રનું ધ્યાન ધરતાં આવડી જવું જોઈએ! ધ્યાન કરતાં શીખી જાઓ. કર્મચક્રના ચૂરા થઈ જશે.
કોઈ કહો “અરે રે! હું શું કરું? મારા પર કર્મોનો ભાર ઘણો છે!' આ પોકાર છે નિર્બળ આત્માનો. જેની પાસે સિદ્ધચક્ર ન હોય તે મનુષ્ય કર્મચક્રથી ભયભીત બનીને રડવા બેસી જાય.
ડાકએ ઘેરી લીધા છે, સમજાવટ ચાલે તેમ નથી, તો શું કરો? પણ જો હાથમાં શસ્ત્ર હોય, રાયફલ હોય, અને હૃદયમાં શૌર્ય, વીરતા હોય તો તમે શું કરો? એક ડાકુ નહીં પાંચ-દશ હોય તો પણ પહોંચી વળે ને? શત્રના સંહારનું
For Private And Personal Use Only