________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૦૯
‘તમે કહો કે સંસારમાંથી અમને ઊખેડી નાખો!' જો નથી કહેતા તો એનો અર્થ એ થયો કે તમારે સંસારમાંથી નીકળવું નથી, સંસારમાં રહેવું છે! જેને પોતાના ઘરમાં લાઇટફિટિંગ કરાવવાનું જ ન હોય ત્યાં વાયરમેન જઈને ઊભો ૨હે તો? તમે શું કરો? કાઢી મૂકો ને?
તમારે ટ્રીટમેન્ટ નથી કરાવવી અને ડૉક્ટર ટ્રીટમેન્ટ કરવા તમારે ત્યાં આવે તો? તમે શું કહેશો? ‘ડૉક્ટર સાહેબ, મગજ ઠેકાણે છે કે નહીં?' એમ તમને પૂછ્યા વગર અમે આવી જઈએ તો તમે શું કહો?
‘સાહેબ, ગોચરી લેવી હોય તો લો બીજી વાત ન કરો!' બરાબર ને?
મોક્ષમાર્ગની આરાધના માટે સમ્યગ્દર્શન સર્વ પ્રથમ જરૂરી છે.... સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી જીવને સંસારમાં અર્ધ પુગલ પરાવર્ત કાળથી વધુ કાળ નહીં ભટકવાનું.
બોધિબીજ વાવી દો :
સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય એટલે જીવનવ્યવહાર બદલાઈ જાય. તમારો જીવનવ્યવહાર વિશુદ્ધ બને; નિર્મળ બને; જિનાજ્ઞાને સાપેક્ષ જીવન બને.
અષ્ટદળ કમળમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુનું ધ્યાન ધર્યા પછી સિદ્ધપદ અને આચાર્યપદ વચ્ચે સમ્યગ્દર્શન-પદની સ્થાપના કરવી અને એનું ધ્યાન કરવાનું.
સમ્યગ્દર્શન ગુણ છે. ગુણનું ધ્યાન ગુણી વિના ન થઈ શકે; માટે સમ્યગ્દર્શન ગુણવાળા ઉત્તમ આત્માઓનું ધ્યાન કરવાનું.
શ્રેણિક, અર્હન્નક, સુલસા, કૃષ્ણ મહારાજા.... વગેરે મહાપુરૂષોનું ધ્યાન કરવાનું.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવતાં સાધુ-પુરૂષો ઉપર અને કેવળજ્ઞાનીએ બતાવેલા ધર્મ પર શ્રદ્ધાવાન બની આત્મભૂમિમાં બોધિ-બીજ વાવી દો, એ જ શુભભાવના.
For Private And Personal Use Only