________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
પ્રીત કિયે દુઃખ હોય તારા મુખે મારે તારો વૃત્તાંત સાંભળવો છે, બાલ્યકાળથી માંડીને આજના દિવસ સુધીનો! કહે, સંભળાવીશ મને?”
સુરસુંદરીએ પોતાનો સમગ્ર વૃત્તાંત યક્ષને કહી સંભળાવ્યો પણ એમાં અમરકુમાર પ્રત્યે કોઈ કટુતા ન આવી ત્યારે યક્ષે પૂછ્યું : “શું તને તારા એ કંથ પ્રત્યે રોષ નથી જાગ્યો?”
એના પર રોષ શાને કરું? એ તો ગુણવાન પુરુષ છે. મારાં પાપકર્મ ઉદયમાં આવ્યાં એટલે એને મારો ત્યાગ કરી જવાનું સૂઝયું! એ તો માત્ર નિમિત્ત બન્યો છે...”
પણ તને દુઃખી તો કરીને...' “એણે મને દુઃખી નથી કરી.. મારાં પાપકર્મોના ઉદયથી દુઃખી થઈ છું... છતાં હવે એ દુઃખ ચાલ્યું ગયું!'
કેવી રીતે? કંથ ગયો.. પણ પિતા મળ્યા ને! હવે મને દુઃખ નથી.' ‘તું કદી દુઃખી થાય જ નહીં, કારણ કે તારી પાસે નવકાર મંત્ર છે.” “મારું શીલ અખંડ રહે ત્યાં સુધી હું સુખી છું...'
તારા નવકાર મંત્રના પ્રભાવે બેટી તારું શીલ અખંડ જ રહેશે. આ દ્વીપ પર તું તારી ઇચ્છા મુજબ રહે. અને ફરજે... હું તને ચાર ઉપવન બતાવું છું. તને આ સ્થળ ગમી જશે. ઉપવનોમાં મનગમતાં મધુર ફળો તને મળશે. મીઠું જળ મળશે.. અને કોમળ પર્ણોની શય્યા મળશે.'
બસ, બસ, આનાથી વધારે મારે કંઈ ન જોઈએ.” તો ચાલો, આપણે ઉપવનમાં જઈએ.' સુરસુંદરીએ ઘણી સ્વસ્થતા મેળવી લીધી હતી. યક્ષની સાથે તે ઉપવન તરફ ચાલી.
ઉપવનમાં પહોંચીને યક્ષે તેને પર્ણશય્યા બતાવીને કહ્યું: “બેટી, અહીં રાત્રિ પસાર કર, પ્રભાતે હું આવીને તને આ ઉપવન અને બીજા ત્રણ ઉપવનોમાં લઈ જઈશ, અને તને કેટલીક આશ્ચર્યકારી વાતો બતાવીશ.' સુરસુંદરીએ પર્ણશય્યા પર વિશ્રામ કર્યો અને યક્ષ ત્યાંથી ચાલ્યો ગયો.
૦ ૦ ૦
For Private And Personal Use Only