________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
સુરસુંદરીએ ૧૦૮ વાર નવકાર મંત્રનો જાપ કર્યો અને આંખો ખોલી. તેણે યક્ષની સામે જોયું. યક્ષ નિકટ આવ્યો... તેના હૈયે વાત્સલ્યનું ઝરણું વહેવા લાગ્યું. તેણે પૂછ્યું:
બેટી, તું આ દ્વીપ પર એકલી કેમ છે?'
હે પિતાતુલ્ય યક્ષરાજ, જીવનાં પાપકર્મો ઉદયમાં આવે છે ત્યારે સ્નેહી પણ શત્રુ બની જાય છે... મારો કંથ મને એકલી મૂકીને ચાલ્યો ગયો છે?”
તારો કોઈ અપરાધ?' અપરાધ કર્યો હતો બાલ્યકાળમાં, સજા થઈ છે યૌવનકાળમાં!” બેટી, તું અહીં નિર્ભય છે... મારું તને અભય વચન છે.”
હે યક્ષરાજ, હવે મને કોઈ ભય નથી... કારણ કે આ જીવનની જ મને સ્પૃહા નથી. તમે મને તમારું ભક્ષ્ય..”
ના, ના બેટી, તું તો પર્યાવંતી નારી છે. મેં તારું તેજ જોયું છે... તારા પર દેવીકૃપા છે. તને કોઈ હણી તો ન શકે, સ્પર્શ પણ ન કરી શકે. તું હમણાં જે મંત્રજાપ કરતી હતી. તે મંત્ર મને બતાવીશ? મને એ મંત્ર ખૂબ ગમ્યો છે.. હું સાંભળતો જ રહ્યો હતો...”
એ મહામંત્ર નવકાર છે યક્ષરાજ, મારી ગુરુમાતાએ મને એ મહામંત્ર આપેલો છે. હું રોજ એનો જાપ કરું છું. મારે મન એ જ શરણ્ય છે..'
“સાચે જ તે ધન્ય છે! હું તને મારી પુત્રી માનું છું. હવે તું મને કહે કે હું તારા માટે શું કરું? “મારા માટે આપ કષ્ટ ન કરો... મને મારા ભાગ્યના ભરોસે છોડી દો..'
એમ ન બને. આ મારો દ્વીપ છે. તું મારા દ્વીપ પર છે એટલે મારી અતિથિ છે... તારી સારસંભાળ રાખવી એ મારું કર્તવ્ય છે.”
તો મને મારા કંથ પાસે પહોંચતી કરશો?” “અવશ્ય, થોડા દિવસ તો તારે અહીં રહેવાનું છે. બેનાતટનગર તરફ જતું કોઈ જહાજ આવશે.. તેમાં તને બેસાડી દઈશ... તને બેનાતટનગરમાં તારા કંથનું મિલન થશે...'
તો હું આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું...” “ઓહો! તારો કૃતજ્ઞતા ગુણ મહાન છે...! હું તારા પર પ્રસન્ન છું બેટી, હવે
For Private And Personal Use Only