________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૮૯ શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે સુરસુંદરીએ શય્યાત્યાગ કર્યો. પૂર્વદિશામાં ઉષાનું આગમન થઈ ગયું હતું. વૃક્ષો પરથી પક્ષીઓ ઊડીને દૂર દૂર જઈ રહ્યાં હતાં.
સુરસુંદરી ઊભી થઈ અને ઉપવનમાં ફરવા લાગી. ત્યાં પાછળથી અવાજ આવ્યો:
બેટી, કુશળ છે ને?' સુરસુંદરીએ પાછળ જોયું તો યક્ષરાજ પ્રસન્નચિત્ત ઊભા હતા.
“પંચપરમેષ્ઠિ ભગવંતોની કૃપાથી અને આપના અનુગ્રહથી કુશળ છું.” “ચાલો, હવે વૃક્ષોનો પરિચય કરાવું” એક વૃક્ષની નીચે જઈને બંને ઊભાં. યક્ષે કહ્યું: “આ વૃક્ષનાં પર્ણોનો તું મુલાયમ સ્પર્શ કરીશ એટલે સંગીતની સુરાવલિ પ્રગટ થશે!” સુરસુંદરીએ સ્પર્શ કર્યો અને સંગીતની મધુર સુરાવલિ અવકાશમાં વહેલા લાગી. સુરસુંદરી પ્રસન્ન થઈ ગઈ. બીજા એક વૃક્ષ નીચે જઈને ઊભાં. , “આ વૃક્ષની ડાળીને સ્પર્શ કરીશ એટલે ડાળીઓ નૃત્ય કરશે!” સુરસુંદરીએ સ્પર્શ કર્યો અને ડાળીઓનું નૃત્ય શરૂ થઈ ગયું
હવે આપણે બીજા ઉપવનમાં જઈએ.” સુરસુંદરીને લઈને યક્ષ બીજા ઉપવનમાં આવ્યો.
જો, આ ઝરણું વહે છે. આ પાણીમાં દષ્ટિ માંડીને તું જે દૃશ્ય જોવા ઇચ્છીશ તે દૃશ્ય તને દેખાશે. તારે બોલવાનું કે મારે આ દૃશ્ય જોવું છે..' સુરસુંદરી પાણી પર દૃષ્ટિ માંડીને બોલી: “મારા સ્વામી અત્યારે જ્યાં હોય... તેનું દૃશ્ય જોવું છે.' તુરત સમુદ્ર પર તરતાં વહાણો દેખાયાં... ને વહાણમાં બેઠેલો અમરકુમાર પણ દેખાયો... સુરસુંદરીએ ચીસ પાડી. “ઓ નાથ.' યક્ષે કહ્યું “બેટી, આ તો માત્ર દૃશ્ય છે! તારો પોકાર એ નહીં સાંભળે! જો, એ ઉદાસ દેખાય છે ને? એને પશ્ચાત્તાપ થયો છે તારો ત્યાગ કરીને! ચાલો આગળ. ત્રીજા ઉપવનમાં તને એક અદ્ભુત વસ્તુ જોવા મળશે!”
બંને ત્રીજા ઉપવનમાં આવ્યાં. ત્યાં એક સુંદર સરોવર હતું. યક્ષે કહ્યું; બેટી, આ સરોવરમાંથી તું ઇચ્છીશ એ પશુ પ્રગટ થશે! બસ, આ ઉપવનની રેતીની એક ચપટી સરોવરમાં નાંખવાની.”
સુરસુંદરીએ રેતીની ચપટી લઈને સરોવરમાં નાંખી અને બોલી: “હરણનું
For Private And Personal Use Only