________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
As
Y
0
૧પ
શું એણે બાલ્યકાળની એ ઘટનાને સ્મૃતિના છેડે બાંધી રાખી હશે? ના... ના... એ પછી તો એને હું અનેક વાર મળી છું.. એણે મને પ્રેમ આપ્યો છે... મારી સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કર્યો છે... ક્યારેય પણ એ પ્રસંગ મને યાદ પણ નથી કરાવ્યો.. લગ્ન થયાં પછી પણ એણે એ વાત યાદ કરી નથી. હસવામાં પણ એ વાત કરી નથી.. ને આજે આવા નિર્જન દ્વીપ પર .. એને એ વાત અચાનક યાદ આવી ગઈ હશે? મને અહીં એકલી અટૂલી મૂકી જતાં એણે કોઈ વિચાર નહીં કર્યો હોય?
હા, એ વાત એને યાદ આવી હોય અને મારા પર રોષ ભભૂકી ઊઠ્યો હોય.. તો બની શકે. ક્રોધમાં મનુષ્ય ભાન ભૂલી જતો હોય છે.. ક્રોધ સર્વવિનાશ કરી નાંખે...
નહીંતર એના જેવો જ્ઞાની પુરુષ આવું પગલું ન જ ભરે. એણે ગુરુદેવ પાસેથી ધર્મજ્ઞાન મેળવેલું છે. તત્ત્વજ્ઞાન મેળવેલું છે. શું તત્ત્વજ્ઞાની આવી ક્રૂરતા આચરી શકે? હા, એણે કૂરતા જ આચરી છે. એ જ કહેતો હતો કે “આ યક્ષદ્વીપ છે. અહીંનો યક્ષ માનવભક્ષી છે. કોઈ યાત્રિક આ દ્વીપ પર રાત રહેતો નથી...' તો પછી મને એ યક્ષનું ભક્ષ્ય બનાવવા મૂકી ગયો?
સુરસુંદરી યક્ષની કલ્પનાથી ધ્રૂજી ઊઠી. એનું મનોમંથન અટકી ગયું. એણે દ્વીપ પર દૂર દૂર દૃષ્ટિ નાખી. “યક્ષ દેખાતો તો નથી ને?” એની આંખોમાં ભય તરી આવ્યો.
ના, ના મારે ભય પામવાનું કારણ જ નથી... ને આમેય મારે જીવીને પણ શું કરવું છે? કોના માટે જીવવાનું? ભલે યક્ષ આવે અને મારા દેહનો કોળિયો કરી જાય. બસ, મારી એક જ ઇચ્છા છે કે મારું શીલ અખંડિત રહે. પ્રાણના ભોગે પણ હું મારા શીલનું જતન કરીશ, હું જ યક્ષને કહી દઈશતમે મને જીવતી ન રાખશો. મને ખાઈ જાઓ.. મારે જીવવું જ નથી...”
સુરસુંદરીની આંખો ભીની થઈ ગઈ. દૂર દૂર સમુદ્રના ઊછળતા તરંગોને જોઈ રહી. “મનુષ્યનો સ્વભાવ આ સમુદ્રતરંગો જેવો જ ચંચળ છે... મેં અજ્ઞાનતાથી એવા સ્વભાવને સ્થિર માની લીધો.. ભૂલ મારી છે. અસ્થિરને સ્થિર માનવાની ભૂલ કરી. ક્ષણિકને શાશ્વત માનવાની ભૂલ કરી.”
For Private And Personal Use Only