________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
પ્રીત કિયે દુઃખ હોય કુમાર જમીન પર બેસી પડ્યો. તે હાંફતો હતો. તેની આંખોમાં ભય તરવરતો હતો. તેણે ત્રુટક શબ્દોમાં કહ્યું: “જલદી કરો... પેલો યક્ષ... આવ્યો... ને સુંદરીને ઉપાડી ગયો. હું ભાગ્યો...'
હેં? યક્ષ શેઠાણીને ઉપાડી ગયો? સત્યાનાશ... જલદી આપણે વહાણોમાં બેસી જઈએ... નહીંતર એ દુષ્ટ આવીને આપણને સહુને મારી નાંખશે...' મુખ્ય નાવિકે કિનારા તરફ દોટ મૂકી.
ભોજન ભોજનના ઠેકાણે રહ્યું. સહુ ઝડપથી નૌકામાં બેસીને વહાણો પર પહોંચી ગયા અને લંગર ઉઠાવીને વહાણોને હકારી મૂક્યા.
અમરકુમાર પોતાના વહાણમાં પહોંચીને સીધો પોતાના ખંડમાં ઘૂસી ગયો. દરવાજો બંધ કરીને પલંગમાં આળોટી પડ્યો... તેનું મન બબડી રહ્યું હતું: “બસ, કામ થઈ ગયું... બદલો લેવાની મારી ઇચ્છા તો હતી જ. છતાં એ ઇચ્છા પ્રેમની રાખ નીચે દટાઈ ગઈ હતી. હા, મને એના પ્રત્યે પ્રેમ હતો... છતાં તેણે કરેલો વચનનો ઘા રૂઝાયો ન હતો.. આજે. અચાનક એ કારમાં ઘાની વેદના ઊઠી. અને વળતો ઘા કરી દીધો.. હા હા હા હા.' ગાંડાની જેમ અમરકુમાર હસવા માંડ્યો.
પેલો યક્ષ.. હા, રાત્રિ પડતાં જ આવશે. અને એને સારો શિકાર મળી જશે. રાજ લેવા જતાં એ જ ભરખાઈ જશે. ચવાઈ જશે... યક્ષના ક્રૂર જડબામાં હા હા હા...'
તેણે બારીમાંથી યક્ષદ્વીપની દિશામાં જોયું તો દ્વીપ એક ટપકા જેવો દેખાતો હતો...
બસ, હવે સિંહલદ્વીપ જઈને ખૂબ વેપાર કરીશ.. ખૂબ ધન કમાઈશ... કુબેર બની જઈશ.”
પરિચારિકાએ દ્વાર ખખડાવ્યું. તે ભોજન લઈને આવી હતી. અમરકુમારે કહ્યું: “આજે ભોજન નથી કરવું...”
૦ ૦ ૦ સુરસુંદરી જ્યારે જાગી ત્યારે ચાર ઘડી વીતી ગઈ હતી. એણે અમરકુમારને પોતાની પાસે ન જોયો એશ્લે એ ઊભી થઈ અને વૃક્ષોની ઘટામાં અમરકુમારને શોધવા લાગી. “એ જરૂર ક્યાંક છુપાઈ ગયા છે. મને ડરાવવા... હમણાં એ પાછળથી આવીને આંખો દાબી દેશે એમના બે હાથે! પછી મને પૂછશે: “કહે તો હું કોણ છું?” હું કહીશ: “આ તપના અધિષ્ઠાયક યક્ષરાજ!' ને પછી એ
For Private And Personal Use Only