________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
પ્રીત કિયે દુઃખ હોય
‘ભલે, એનું જે થવું હોય તે થાય, એને અહીં સૂતેલી છોડીને ચાલ્યો જાઉં. એની સાડીના છેડે સાત કોડી બાંધીને ત્યાં લખી દઉં...' સાત કોડીથી રાજ લેજે!” અભિમાનીનું અભિમાન ત્યારે જ ઊતરશે.. રાજ કેમ લેવાય છે... એની ગમે ત્યારે જ પડશે...”
‘પરંતુ નાવિકો પૂછશે.. મુનીમો પૂછશે..” “શેઠાણી ક્યાં ગયાં કુમાર શેઠ?' તો હું શો જવાબ આપીશ?'
અમરકુમારના શરીરે પરસેવો વળી ગયો. “જો હું જવાબ આપતાં થોથવાઈ જઈશ.. તો એ લોકોને શંકા પડશે કે “જરુર શેઠ શેઠાણીની હત્યા...” એને કમકમી આવી ગઈ.
ના, ના, હું એવો જવાબ આપીશ કે એ લોકોને કોઈ જ શંકા નહીં પડે. હું કહીશ કે યક્ષ આવીને સુંદરીને ઉપાડી ગયો... અને હું દોડતો આવી ગયો...”
એક ક્ષણનોય વિલંબ કર્યા વિના વહાણોને હંકારી મૂકીશ... હા, યક્ષની વાત યાદ આવતાં બધાંને મારી વાત સાચી લાગશે...” એણે સુરસુંદરી સામે જોયું... દાંત કચકચાવ્યાં...
સુરસુંદરી જાગી ન જાય, એની ખાસ કાળજી રાખીને તેણે ખીસામાંથી સાત કોડી કાઢી અને સુરસુંદરીની સાડીના છેડે બાંધી લીધી. સળીને આંખોના કાજળમાં બોળીને છેડા પર લખ્યું: “સાત કોડીથી રાજ લેજે!'
ખૂબ સાચવીને તેણે સુરસુંદરીનું મસ્તક પોતાના ખોળામાંથી જમીન પર મૂક્યું... સુરસુંદરીએ પડખું ફેરવ્યું.... એક ક્ષણ તેણે આંખો ખોલીને જોઈ લીધું.. અમરકુમારને જોયો અને પાછી ઘસઘસાટ ઊંઘી ગઈ.
અમરકુમાર ક્ષણભર તો ખમચાઈ ગયો... પરંતુ તેના હૈયામાં તો ક્રોધનો લાવારસ ઊછળી રહ્યો હતો. તે ઊભો થયો... તેણે સુરસુંદરી સામે જોયું... હાથની મૂઠીઓ વળી ગઈ, ચહેરો તંગ થઈ ગયો... અને દોડ્યો... કિનારા તરફ દોટ મૂકી.
એ કદાચ જાગી જાય.... ને મને કિનારા તરફ દોડતો જોઈ જાય તો? એ પણ દોડતી મારી પાછળ આવી જશે... એ વારંવાર પાછું જોતો હતો અને દોડ્યે જતો હતો.
નાવિકોએ અને મુનીમોએ અમરકુમારને એકલાને દોડતો આવતો જોયો... ને તેમના પેટમાં ફાળ પડી. નાવિકો સામે દોડતા ગયા.. “શું થયું કુમાર શેઠ? શેઠાણી ક્યાં?'
For Private And Personal Use Only