________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
પ્રીત કિયે દુઃખ હોય તન શ્રમિત હતું. વૃક્ષની શીતલ છાયા હતી, મંદ મંદ સમીર વહી રહ્યો હતો. સુરસુંદરીની આંખો ઘેરાવા લાગી. અને તે અમરકુમારના ઉસંગમાં મસ્તક ઢાળીને નિદ્રાધીન થઈ ગઈ.
નિદ્રાધીન થયેલી સુરસુંદરીના મુખ તરફ અમરકુમાર નિર્નિમેષ દૃષ્ટિથી જોઈ રહ્યો... તેનું મન વાચાળ બની ગયું.
કેવી નિશ્ચિત બનીને ઘસઘસાટ ઊંઘે છે! એને મારા પર કેવો વિશ્વાસ છે! એના મુખ પર કેવી પ્રસન્નતા છવાયેલી છે! એનો મારા પર કેવો અદ્ભુત પ્રેમ છે.”
જો કે અમારો પ્રેમ બાલ્યાકાળથી છે. સાથે ભણતાં હતાં... ત્યારથી અમારું એકબીજા તરફ આકર્ષણ હતું જ. બસ, એક જ વાર ઝઘડી પડ્યાં હતાં...
હું નહોતો ઝઘડ્યો, એણે મારી સાથે ઝઘડો કર્યો હતો. મેં તો મારો પ્રેમનો અધિકાર માની.. એની ઓઢણીના આંચલમાંથી સાત કોડી લીધી હતી... મારો કોઈ ચોરીનો ઇરાદો નહોતો. બીજા વિદ્યાર્થીઓનાં દેખતાં જ મેં સાત કોડી લીધી હતી... મારા મનમાં તો એ જાગે ત્યારે એને આશ્ચર્યચકિત કરી નાંખવાની ઇચ્છા હતી. એ જ્યારે મીઠાઈને જોશે ત્યારે આશ્ચર્યથી મારી સામે જોઈ રહેશે... અને જ્યારે એ જાણશે કે એની જ સાત કોડીથી મીઠાઈ ખરીદીને વિદ્યાર્થીઓને ખવડાવી છે ત્યારે મીઠો રોષ કરીને રાજી થશે...
પરંતુ એ તો જાગીને મારા પર કેવી રોષે ભરાઈ હતી? મને ચોર કહ્ય... બધા વિદ્યાર્થીઓની વચ્ચે મારું ઘોર અપમાન કર્યું.. ઓ બાપ રે..! એ વખતે એનું મુખ કેવું લાલચોળ થઈ ગયું હતું! એના મુખમાંથી કેવાં અંગારા જેવાં વચનો નીકળ્યાં હતાં!
એનું કેવું અભિમાન!! મને કહ્યું હતું: “હા, હા, સાત કોડીથી રાજ લઈશ રાજ..' ઓહો, કેવો એનો ગર્વ? રાજકુમારી હતી ને... એના પિતા રાજા... એટલે એ કોઈથી પણ શાની દબાય?
પરંતુ.. આજે એ રાજ કુમારી નથી. મારી પત્ની છે.. આજે એ મારા અધિકારમાં છે..
અમરકુમારના મનમાં બાલ્યકાળની એ કડવી સ્મૃતિઓ ઊભરાવા લાગી... અને રોષથી તે સળગી ઊઠ્યો. તેની આંખોમાંથી ક્રોધના તણખા ખરવા લાગ્યા... એની નસો તંગ થવા લાગી.
“સાત કોડીથી એને રાજ્ય લેવા દઉં! હા, જોઉં તો ખરો. એ સાત કોડીથી રાજ લે છે કે...”
For Private And Personal Use Only