________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યક્ષદ્વીપ જ્યારે દૂરથી દેખાયો, ત્યારે નાવિકે અમરકુમારને કહ્યું: “કુમાર શેઠ, હવે એકાદ ઘડીમાં આપણે યક્ષદ્વીપ પર પહોંચી જઈશું. જુઓ, દૂર યક્ષદ્વીપ ઉપરનાં ઊંચાં વૃક્ષો દેખાય છે...' તેણે યક્ષદ્વીપની દિશામાં આંગળી ચીંધીને બતાવ્યું.
જુઓ, પહેલું કામ તમે મીઠું પાણી ભરી લેવાનું કરજો. પછી ભોજન બનાવવાનું કામ શરૂ કરજો.'
આપની આજ્ઞા મુજબ જ થશે.' નાવિકે વિનયથી અમરકુમારની આજ્ઞા સ્વીકારી.
અમરકુમાર સુરસુંદરી પાસે પહોંચ્યો. તેણે યક્ષદ્વીપ તરફ આંગળી ચીંધીને સુરસુંદરીને કહ્યું
સુંદરી, આપણે ત્યાં પહોંચીને સીધા ફરવા માટે જ ઊપડી જઈશું!” આપના માટે ભોજન...” આજે માણસો બનાવી લેશે. તારે ભોજન બનાવવાનું નથી...' યક્ષદ્વીપની તરફ વહાણો ઝડપથી આગળ વધી રહ્યાં હતાં. નાવિકો વહાણોને કિનારે લાંગરવા માટેની તૈયારીઓ કરવા લાગ્યા. બારે વહાણો પરથી હર્ષધ્વનિ થઈ રહ્યો હતો.
સમુદ્રમાં યોગ્ય સ્થળે વહાણોને લંગર નાંખી થોભાવવામાં આવ્યાં. વહાણો સાથે બાંધેલી નૌકાઓને તૈયાર કરવામાં આવી. સૌ પ્રથમ અમરકુમાર અને સુરસુંદરી નૌકામાં ઊતર્યા, નાવિકે નૌકાને દ્વીપના કિનારા તરફ હંકારી.
કિનારો આવતાં અમરકુમાર કૂદી પડ્યો અને સુરસુંદરીને સહારો આપીને ઉતારી લીધી. નાવિકે હોડીને પાછી વહાણ તરફ હંકારી મૂકી.
અમરકુમાર અને સુરસુંદરી દ્વીપના મધ્ય ભાગ તરફ ચાલ્યાં. દ્વીપ રમણીય હતો. જુદી જુદી જાતનાં વૃક્ષોની ઘટાઓ હતી. ઠેર ઠેર સુગંધી પુષ્પોના છોડ હતા.. ખળ ખળ વહેતાં પાણીનાં ઝરણાં હતાં.
ખૂબ ફર્યા. સુરસુંદરી શ્રમિત થઈ ગઈ. એક વૃક્ષ નીચે બંને વિશ્રામ કરવા બેઠા.
For Private And Personal Use Only