________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭.
‘સાચું નિદાન કર્યું તમે... આવું મેં ધર્મગ્રન્થોમાં વાંચેલું છે!’
પ્રીત કિયે દુઃખ હોય
‘વળી, આ દ્વીપ પર એનો અધિકાર હશે. એની રજા લીધા વિના જે કોઈ આ દ્વીપ પર આવતું હશે એને એ મારી નાંખતો હશે.'
અમરકુમારે માનવહત્યા કરવાનું બીજું કારણ બતાવ્યું.
‘પણ એની રજા લેવા જાય કોણ? કેવી રીતે જાય? એ શું પ્રત્યક્ષ જ રહેતો હશે? દેવો તો માનવીની આંખે ન દેખાય ને?’
દેખાય પણ ખરા અને ન પણ દેખાય, છતાં એની અનુજ્ઞા લઈ શકાય. અજાણી ધરતી પર રહેવું હોય તો ‘આ ધરતી પર જે દેવનો અધિકાર હોય, તે દેવ મને અનુજ્ઞા આપો, મારે આ ધરતી પર રહેવું છે.' આટલું બોલે એટલે અનુજ્ઞા મળી ગઈ એમ માની લેવાનું.
‘જો ક્રૂર હોય તો મારે પણ ખરો!'
‘તો આપણે રાત નહીં રોકાઈએ.’
તો આપણે પણ એ રીતે અનુજ્ઞા લઈને જ એ દ્વીપ પર ઊતરીશું. પછી તો યક્ષ આપણને નહીં મારે ને!’
‘રાત રોકાવાની જરૂર પણ નથી ત્યાં. આપણને એ દ્વીપ પર ફરવાનો એક પ્રહર જેટલો સમય મળી જશે, ખૂબ જ રમણીય દ્વીપ છે... આપણે બે ફરી આવીશું... ભોજન કરી લઈશું અને વહાણોને હંકારી મૂકીશું!'
‘ભલે, ત્યાં ભોજન માણસો બનાવશે, આજે તો હું બનાવીશ...' એમ કહી સુરસુંદરી રસોઈઘ૨માં રસોઈની તૈયારીમાં પ્રવૃત્ત થઈ. અમરકુમાર મંત્રણાખંડમાં ગયો. મુન્નીમોને બોલાવ્યા અને વ્યાપાર અંગે વિચાર-વિમર્શ શરૂ કર્યો.
અનુભવી મુનીમોએ સિંહલદ્વીપના વેપારીઓની રીતરસમો વર્ણવી બતાવી. ભયસ્થાનો પણ બતાવ્યાં. તે દ્વીપની રાજનીતિ સમજાવી. વ્યાપારિક નીતિરીતિનો ખ્યાલ આપ્યો. અમરકુમાર એકાગ્રચિત્તે સાંભળતો રહ્યો. પિતાજીના મુનીમો પર અમરકુમારને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો.
For Private And Personal Use Only
વહાણો યક્ષદ્વીપ તરફ આગળ વધી રહ્યાં હતાં... કે જ્યાં ન ધારેલો... ન કલ્પેલો ધરતીકંપ થવાનો હતો સુરસુંદરીના જીવનમાં...