________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
એ વાત બરાબર છે.” કુમાર શેઠ, તે છતાં જાગ્રત તો રહેવાનું જ! સાવધાની તો પૂરેપૂરી રાખવાની! યક્ષ તો ઇચ્છે ત્યારે આવી શકે ને?
પરદેશમાં તો ભાઈ, સદેવ જાગ્રત રહેવું પડે...”
અમરકુમારે સમુદ્રની સપાટી પર તરતાં પોતાનાં બારે જહાજો ઉપર નજર નાંખી અને વ્યાપારનાં વિચારોમાં ડૂબી ગયો. જ્યારે પરિચારિકાએ આવીને કહ્યું:
દુગ્ધપાનનો સમય થઈ ગયો છે, દેવી આપની પ્રતીક્ષા કરે છે... ત્યારે તે વિચારનિદ્રામાંથી જાગ્યો અને ઝડપથી ભોજનકક્ષમાં પહોંચ્યો. સુરસુંદરી તેની રાહ જોઈને બેઠી હતી.”
‘નાથ, શું કોઈ વેપારી આવી ચડ્યો હતો જહાજ પર?' સુંદરીએ હસીને પૂછયું. વેપારીઓ આવી ચઢશે ત્યારે તો મારે દૂધ પણ ત્યાં જ મંગાવી લેવું પડશે! હું જ લઈને હાજર થઈશ આપની સેવામાં!”
અમરકુમાર હસી પડ્યો. બંનેએ દુગ્ધપાન કર્યું અને અમરકુમારે સુંદરીને યક્ષદ્વીપની વાત કરી.
તે શું આ વાત સાચી હશે?' સુંદરીએ પૂછયું. “સાચી હોઈ શકે! નાવિકોને અનુભવ હશે ત્યારે કહેતા હશે ને?” “અનુભવ હોત તો નાવિક જીવતો જ ન હોત ને!' એણે જોયું હશે કે એ યક્ષ માનવભક્ષી છે.” એ યક્ષને બીજું કંઈ ખાવા નહીં મળતું હોય કે માણસને ખાઈ જાય છે?' ‘એ ખાતો નહીં હોય, મારી નાંખતો હશે!' “કેમ?' માનવજાત પર દ્વેષ હશે.' શાથી?” ‘પૂર્વ જન્મમાં માણસોએ એને દુઃખ દીધું હશે... માર્યો હશે.. હડધૂત કર્યો હશે. એનાથી એના મનમાં માનવજાત ઉપર દ્વેષ જાગ્યો હશે. વેરની આગ ભભૂકી ઊઠી હશે. બદલો લેવા માટે તડપી રહ્યો હશે..'
For Private And Personal Use Only