________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય સવારે સુરસુંદરી પહેલી જાગી. આવશ્યક કાર્યો પતાવીને, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, શુદ્ધ જગ્યા પર બેસી તેણે શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કર્યો.
અમરકુમાર જાગ્યો. તેણે સુરસુંદરી સામે જોયું.
શ્વેત વસ્ત્રો! ધ્યાનસ્થ મુદ્રા! પ્રશાન્ત મુખાકૃતિ જાણે કોઈ યોગિની બેઠી હોય તેવી સુરસુંદરી દેખાતી હતી. અમરકુમાર પ્રસન્ન થઈ ગયો. સુરસુંદરીને
રા પણ વિક્ષેપ ન થાય એ રીતે તે ઊભો થઈને ખંડમાંથી બહાર નીકળી ગયો.
સ્નાનાદિથી નિવૃત્ત થઈ અમરકુમાર મુખ્ય નાવિકને મળ્યો. બારે વહાણો અંગે જાણકારી મેળવી. સમુદ્રના હવામાનને જાણ્યું. ચંપાનગરીથી કેટલા દૂર આવ્યા તે જાણ્યું.
કુમાર શેઠ, આપણી પાસે આજનો દિવસ ચાલે એટલું મીઠું પાણી છે. આવતી કાલે આપણે એક દ્વીપ પર રોકાઈને પાણી ભરી લેવું પડશે.' નાવિકે અમરકુમારને કહ્યું : અમરકુમારે પૂછયું: માર્ગમાં એવો દ્વીપ આવે છે?” હા, જી, યક્ષદ્વીપ આવે છે. દ્વીપ પર મીઠું પાણી મળી જશે.” તો તો આવતીકાલે ત્યાં જ મુકામ કરીએ... દીપ સુંદર હશે?”
ખૂબ રમણીય દ્વીપ છે. ફળ-ફૂલથી લચી પડેલાં અસંખ્ય વૃક્ષો છે. ઉદ્યાનો અને ઉપવનો છે. પરંતુ એક ભય મોટો છે!”
શાનો ભય?' “યક્ષનો!” “શાથી?'
એ યક્ષ માનવભક્ષી છે. જ્યાં યક્ષને માણસની ગંધ આવી. ત્યાં માણસનો ભોગ લીધે જ એને શાન્તિ! એટલે કોઈ પણ યાત્રિક એ દ્વીપ પર રાત રહેતો નથી.'
તો આપણે પાણી ભરી લઈને, ભોજનાદિથી પરવારીને આગળ પ્રયાણ કરી દેવું પડે! દીપ પર ફરી નહીં શકાય.”
અમે જ્યારે ભોજનની તૈયારી કરીએ ત્યારે આપ દ્વીપ પર પરિભ્રમણ કરી શકશો. એકાદ પ્રહરનો સમય મળી જશે.”
For Private And Personal Use Only