________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પ્રીત કિયે દુઃખ હોય “હવે આપણે અંદર ખંડમાં જઈએ... ચારે બાજુ અધકાર છવાયો છે... અંદર બેસીને સાગરનો ઘુઘવાટ સાંભળવાનો આનંદ માણીશું.”
બંને પોતાના શયનખંડમાં આવ્યાં. પરિચારિકાએ શયનખંડમાં દીપકો પ્રગટાવી દીધા હતા.
વસ્ત્ર-પરિવર્તન કરી સુરસુંદરી અમરકુમારની પાસે બેઠી હતી. અમરકુમાર સુરસુંદરી સામે જોઈ રહ્યો હતો. સુંદરી શરમાઈ ગઈ. તેણે પૂછ્યું:
કેમ મૌન છો?” “વિચારું છું!” "વિચારો છો કે જુઓ છો?' બંને ક્રિયા સાથે કરું છું!” “શું વિચારો છો?'
તું સાથે આવી તે સારું થયું...' ‘પણ તમે તો ના પાડતા હતા ને? સાથે નહીં ચાલવાની તો...'
એટલે તો કહું છું, મેં મારી જીદ ત્યજી દીધી અને તેં તારી જીદ પકડી રાખી તે સારું થયું.”
પણ, એ તો અત્યારે યાત્રામાં સારું લાગે છે... સિંહલદ્વીપ જઈને જ્યાં વ્યાપારમાં ગૂંથાયા... કે'
ના, ત્યારે પણ ખોટું નહીં લાગે... આખો દિવસ વેપાર કરીને જ્યારે થાક્યો-પાક્યો ઘરે આવીશ ત્યારે તારું સાંનિધ્ય મળશે... મારો થાક ઊતરી જશે... કંટાળો દૂર થશે...”
હું મારી જાતને ધન્ય માનું છું... જીવનપર્યત ક્ષણે ક્ષણે આપને સુખ આપનારી બની રહું.. આનંદ આપનારી બની રહ્યું... અને આત્મકલ્યાણમાં સહયોગી બની રહે. એ જ મારું જીવન બન્યું રહે - એવી મારી મહેચ્છા છે.” સુરસુંદરી ગદ્ગદ્ થઈ ગઈ. અમરકુમારની રોમરાજી વિકસ્વર થઈ ગઈ.
સુંદરી, મને એક વિચાર આવ્યો...” કહો...' કોઈ વિશિષ્ટ જ્ઞાની પુરુષ મળે તો મારે પૂછવું છે કે અમારા બેનો આવો સ્નેહસંબંધ કેટલા ભવોથી ચાલ્યો આવે છે?' “અને હું પૂછીશ કે, ભગવંત, અમારા નિર્વાણ સુધી આ સંબંધ અખંડ રહેશે ને?”
For Private And Personal Use Only