________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરી અને અમરકુમાર માટે આ પ્રથમ સમુદ્રયાત્રા હતી. સંસ્કૃત કાવ્યોમાં તેમણે સમુદ્રનાં રોમાંચક વર્ણનો વાંચેલાં હતાં. ધર્મગ્રન્થોમાં પણ સંસારને અપાયેલી સમુદ્રની ઉપમાઓ વાંચેલી હતી, “સંસાર એક અનંત સાગર છે.' આ શબ્દો પણ જૈનાચાર્યોના મુખે સાંભળેલા હતા. “સાગરનાં ખારાં પાણી જેવાં સંસારનાં સુખ છે.” આ ઉપદેશ પણ તેમણે સાંભળેલો હતો.
અગાધ સાગર ઉપર બાર વહાણોનો કાફલો તીવ્ર ગતિથી વહી રહ્યો હતો. સિંહલદ્વીપની દિશામાં વહાણો આગળ વધી રહ્યાં હતાં. અમરકુમાર અને સુરસુંદરી પોતાના તૃતક ઉપર ઊભાં હતાં. સૂર્યાસ્ત પૂર્વે ભોજનાદિથી નિવૃત્ત થઈ, સંધ્યાકાલીન સમુદ્રસૌન્દર્ય નિહાળવા તૂતક પર આવ્યાં હતાં. બંનેનાં મન આનંદવિભોર હતાં, હૃદય પ્રફુલ્લિત હતાં.
તીવ્ર ઇચ્છાની સંપૂર્તિ થઈ હતી અને પ્રિય સ્વજનનું સાંનિધ્ય હતું! ભાવોની અભિવ્યક્તિ કરવા માટે સાનુકૂળ વાતાવરણ હતું અને અનંત સાગરનો ઊછળતો ઉત્સગ હતો...
સુંદરી! કેમ મૌન ધારણ કર્યું છે?' એકીટસે ક્ષિતિજ તરફ જોઈ રહેલી... સુરસુંદરીના કાને અમરકુમારના શબ્દો અથડાયા. તેણે અમરકુમાર સામે જોયું. તેની આંખોમાંથી નીતરતો સ્નેહરસ પીધો અને બોલી:
નાથ, અતિ આનંદ વાણીને હરી લે છે!' હું તો બીજી જ કલ્પના કરતો હતો...' કઈ કલ્પના?’ “કદાચ તું ઘરની સ્મૃતિમાં... માતા-પિતાની સ્મૃતિમાં ખોવાઈ હોય..'
એક પ્રિય સ્વજન કરતાં વધુ પ્રિય સ્વજનનું સાન્નિધ્ય મળે છે ત્યારે પેલું પ્રિય સ્વજને યાદ નથી આવતું.”
અને, એક નવું... આલ્હાદક અને મનોહર વાતાવરણ મળે છે ત્યારે પણ પૂર્વની સ્મૃતિઓ મનમાં નથી ઊભરાતી...”
સાચી વાત છે... વર્તમાનની મધુર ક્ષણોને માણવામાં તલ્લીન મન સ્મૃતિઓથી અલિપ્ત રહે છે!”
For Private And Personal Use Only