________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
પ્રીત કિયે દુઃખ હોય અમરકુમાર અને સુરસુંદરીને વિદાય આપવા ચંપાનગરીનાં હજારો સ્ત્રીપુરુષો સમુદ્રકિનારે આવી ગયાં હતાં. મહારાજા અને મહારાણી, શેઠ અને શેઠાણી મૌન હતાં. સ્વજનવિરહની વ્યથાથી તેઓ વ્યથિત હતાં.
અમરકુમાર ખૂબ પ્રસન્ન હતો. સુરસુંદરી પણ હર્ષવિભોર હતી.
વિજય મુહૂર્તની પ્રતીક્ષા થઈ રહી હતી. અમરકુમારની ચન્દ્રનાડી ચાલી રહી હતી. શુભ શુકન થઈ રહ્યા હતા. પક્ષીઓનો મધુર ધ્વનિ થઈ રહ્યો હતો. જલધિના તરંગો નાચી રહ્યા હતા.
સુરસુંદરી પંચપરમેષ્ઠિ ભગવંતોના ધ્યાનમાં લીન બની હતી.
રતિસુંદરી અને ધનવતી, સુરસુંદરીની બે બાજુ ઊભી રહીને શુભકામનાઓ કરી રહી હતી... ક્યારેક શંકાઓ કુશંકાઓમાં પણ ઘેરાતી હતી.
પુરોહિતે પોકાર કર્યો: “પ્રસ્થાન સમય આવી ગયો છે... પાવન પગલાં ઉપાડો.. વહાણમાં આરૂઢ થાઓ!'
સુરસુંદરીની સાથે અમરકુમારે નૌકામાં પદાર્પણ કર્યું. લોકોએ જયધ્વનિ કર્યો. નૌકા મોટા જહાજ તરફ સરકવા માંડી અને અલ્પ સમયમાં જહાજ પાસે પહોંચી ગઈ. દંપતી જહાજ પર ચઢી ગયાં... અને જહાજે ગતિ પકડી.
આવજો... વહેલા વહેલા આવજો.'
કુશલ રહેજો, પ્રસન્ન રહેજો...'ના અવાજો ધીરેધીરે સંભળાતા બંધ થયા. કિનારા પર ઊભેલાં હજારો સ્ત્રી-પુરુષો હવામાં હાથ હલાવતા. ત્યાં સુધી ઊભાં રહ્યાં. જ્યાં સુધી વહાણો દેખાતાં રહ્યાં...
સુરસુંદરી અને અમરકુમાર પણ ચંપાને દેખતાં રહ્યાં... જ્યાં સુધી ચંપા દેખાઈ ત્યાં સુધી.
૦
૦
૦.
For Private And Personal Use Only