________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૩૧
રાજાએ કહ્યું: ‘કુમાર, વિદેશ જવાનો તમે નિર્ણય કરી જ લીધો છે, એટલે ‘તમે વિદેશ ન જાઓ' એમ કહીને તમારા ઉત્સાહને તોડવો નથી... તમારા માર્ગમાં વિઘ્ન કરવું નથી... પરંતુ સુરસુંદરી તમારી સાથે આવવા તત્પર થઈ છે... અમારી એ એકની એક પુત્રી છે, એ તમે જાણો છો... એના પર અમારી કેવી અપાર મમતા છે... એ તમારાથી અજાણ્યું નથી.
કુમાર, તમારા ઉપર પૂર્ણ શ્રદ્ધા મૂકીને અમારી પુત્રી તમને સોંપી છે... અમારું તો એ જીવન છે... એના સુખે અમે સુખી અને એના દુઃખે અમે દુઃખી...
પરદેશની વાટ છે... લાંબી વાટ છે... ક્યારેક સુંદરીની ભૂલ પણ થાય... તો એને ક્ષમા આપજો. ક્યારેય પણ એને તરછોડશો નહીં. જોજો, એને દગો ન થાય...’ રાજા રડી પડ્યા... રાણીનાં ડૂસકાં સંભળાવા લાગ્યાં.
અમરકુમારે કહ્યું: ‘હે તાતતુલ્ય! આપ નિશ્ચિંત રહો. આપની શુભકામનાઓથી અમારી વિદેશયાત્રા નિર્વિઘ્ન બનશે. અમારા બંનેનો પરસ્પરનો પ્રેમ અખંડ રહેશે....
‘હું સિંહલદ્વીપ સુધીના માર્ગમાં આવનારાં નગરોમાં મારા પરિચિત રાજાઓને સંદેશા તો મોકલી જ આપું છું... તમે જ્યાં પણ જશો ત્યાં તમને બધી જ અનુકૂળતા મળી જશે. વ્યાપારમાં સફળતા મળશે.'
ધનાવહ શેઠે કહ્યું: ‘મેં પણ એ પ્રદેશોના મારા પરિચિત વ્યાપારી શ્રેષ્ઠીઓને જાણ કરી દીધી છે:'
‘પ્રયાણ ક્યારે કરવાનું છે?’ મહારાજાએ પૂછ્યું.
‘અક્ષય તૃતીયાના દિવસે.'
‘ઉત્તમ દિવસ છે!'
વિદેશયાત્રા સફળ થશે...'
‘જલદી જલદી પાછા આવે... એવી આપણે કામના કરીએ...’
અક્ષય તૃતીયાનો મંગળ-દિવસ આવી ગયો.
સમુદ્રમાં સુંદર બાર વહાણો સજ્જ થઈને ઊભાં હતાં. વહાણો મૂલ્યવાન સામાનથી ભરેલાં હતાં. નાવિકો, નોકર-ચાકરો અને મુનીમો વહાણોમાં ગોઠવાઈ
ગયા હતા.
For Private And Personal Use Only