________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
પ્રીત કિયે દુઃખ હોય જ્યારે સુરસુંદરી રાજમહેલે પહોંચી, રતિસુંદરીએ એને પોતાના ખોળામાં લીધી.... અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુરસુંદરીની આંખો પણ ભીની થઈ ગઈ.
બેટી, હું તને એમ કહ્યું કે તું પરદેશ ન જા... પત્નીએ તો પતિની છાયા બનીને જ જીવવાનું હોય છે. એમાં જ એનું સુખ સમાયેલું છે. પરંતુ તારા વિરહની કલ્પના મને દુઃખી દુઃખી કરી દે છે. આ તો વિદેશયાત્રા... કેટલાં વર્ષો વીતી જાય. કંઈ કહેવાય નહીં...”
સુરસુંદરી મૌન હતી. શું બોલવું તે જ તેને સૂઝતું ન હતું. રતિસુંદરીએ કહ્યું: “મને તારા સુસંસ્કારો પર વિશ્વાસ છે, છતાં તારા પ્રત્યેના અગાધ સ્નેહથી પ્રેરાઈને કહું છું, બેટી કે પ્રાણના ભોગે પણ પતિવ્રતા બની રહેજે. તારા હૃદયમાં શીલધર્મને પ્રતિષ્ઠિત કરજે. કદાચ કોઈ સંકટ આવે તો. તો નિર્ભય બનીને શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન કરજે. એકાગ્ર મનથી ધ્યાન કરજે. મહામંત્રના પ્રભાવથી સંકટોનાં વાદળ વિખરાઈ જશે.”
ગૃહસ્થ જીવનમાં, પતિની પ્રસન્નતા આપણું મોટું ધન છે. માટે પ્રભાતે અમરકુમાર જાગે તે પહેલાં તું જાગજે, એમની આવશ્યકતાઓનો પહેલો વિચાર કરજે. ક્યારેય પણ એમનો અવિનય ન થઈ જાય, એની પૂરી કાળજી રાખજે.
પતિ પાસે બને ત્યાં સુધી કોઈ યાચના ન કરવી. પ્રસન્ન થયેલા પતિ વિના માગ્યું ન જોઈએ તો પણ પત્નીને ઘણું આપે છે. છતાં ક્યારેક માંગવું પડે તો વિનયથી-નમ્રતાથી માગજે. એમની ઇચ્છાને અનુસરવા પ્રયત્ન કરજે.
વિશેષ તો તને કંઈ જ કહેવા જેવું નથી. તું સ્વયં સમજદાર છે, ધર્મપ્રિય છે અને અમારા કુળને ઉત્તલ કરનારી છે. તારી પાસે સાચું જ્ઞાન છે, શ્રદ્ધા છે અને અનેક કળાઓ છે. આ બધાંનો સુયોગ્ય કાળે ને સ્થળે વિનિયોગ કરવાની બુદ્ધિ છે.
બેટી, પંચપરમેષ્ઠિ ભગવંતો સદાય તારી રક્ષા કરે.. એવી શુભકામના કરતી રહીશ.. બેટી, તું પણ તારી જનેતાને ક્યારેક યાદ કરજે...” રતિસુંદરીનો આંસુઓનો બંધ તૂટી ગયો...
* ૦ ૦ ૦. રાજા અને રાણી રથમાં બેસીને અમરકુમારને મળવા ધનાવહ શ્રેષ્ઠીની હવેલીએ આવ્યાં. શેઠ અને શેઠાણીએ બંનેનું યથોચિત સ્વાગત કર્યું. અમરકુમારે પણ આદર આપ્યો.
For Private And Personal Use Only