________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
પ્રીત કિયે દુઃખ હોય સાથે વધુ સમય વિતાવવા માંડ્યો. મનમાં તો એવો નિર્ણય કરી લીધો હતો કે અમરના ગયા પછી પોતે વધુમાં વધુ સમય ધનવતીની પાસે રહેશે.. પેઢીનું કામકાજ ઓછું કરી નાંખશે. મુનીમોને મોટાભાગનું કામ ભળાવી દેશે..
એક દિવસ એવો આવી ગયો. જેની ધનાવહ શેઠ પ્રતીક્ષા કરતા હતા. ધનવતીએ જ સામે ચાલીને કહ્યું : ‘જોશી પાસે સારું મૂહુર્ત કઢાવ્યું?” શાનું? અમરની વિદેશયાત્રાનું જ તો...!' એટલે શું તમે અનુમતિ આપી દીધી?”
હા, આજે જ અમર આવ્યો હતો મારી પાસે. બિ...ચા...રો.. બોલી જ નહોતો શકતો. કદાચ મારી માને આઘાત લાગશે તો?” એટલે મેં જ કહ્યું: “બેટા, તું મારી રજા લેવા આવ્યો છે ને? તારે વિદેશયાત્રા કરવા જવું છે ને?' તેણે મસ્તક નમાવીને હા કહી... મેં કહ્યું: “ખુશીથી જા બેટા, યુવાન પુત્ર તો પરદેશ ખેડે... એમાં જ હું રાજી! ત્યારે તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં... ને એણે મારા ઉસંગમાં માથું ઢાળી દીધું..”
સારું કર્યું તમે! તમને એના હૈયામાં લઈને એ જાય.. એ જ હું ઇચ્છતો હતો. દ્રવ્યથી ભલે દૂર જાય, ભાવથી તો સાથે જ રહેશે!
તો હવે મુહૂર્ત...' “મુહુર્ત તો હું કઢાવું છું... પરંતુ આપણી પુત્રવધૂ માટે મહારાજાને અને મહારાણીને જાણ કરવી જોઈએ ને?”
એ હું આજે જ કરી દઈશ.”
તો હું અમરને બોલાવીને.. થોડીક વાતો કરીશ... પરદેશમાં જવાનું છે... એને મારે કેટલીક સાવધાની રાખવાની બતાવવી છે... જેથી એની યાત્રા સફળ થાય અને સુખરૂપ એ પાછો આવે.” “અવશ્ય, તમે વાર્તા કરો. હું રાજમહેલે જઈશ.”
ધનાવહ શેઠનું મન પ્રફુલ્લિત બન્યું હતું. ધનવતી વસ્ત્રપરિવર્તન કરીને, સુરસુંદરી સાથે રથમાં બેસીને રાજમહેલે જવા ઊપડી.
૦ ૦ ૦
For Private And Personal Use Only