________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬.
પ્રીત કિયે દુ:ખ હોય
આપણી જાતને કેવાં દુઃખી માનીએ છીએ? મનનાં દુ:ખો જિનવચનને યાદ કરતાં જ ભાગી જાય છે. તનનાં દુ:ખોમાં પણ જિનવચન જ સમતા અને સમાધિ આપે છે.’
શેઠના મુખ પર ચમક આવી. ધનવતી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ હતી.
‘નાથ, આપની વાત સાચી છે... મારો રાગ જ મને દુઃખી કરે છે... અમરનો દોષ નથી, સુંદરીનો દોષ નથી... અને સુંદરી તો અમરની સાથે જાય તે સારું જ છે...'
‘અમરે તો એને સાથે લઈ જવાની ના જ પાડી હતી... પરંતુ પુત્રવધૂએ હઠ કરી...'
‘એની એ હઠને હું સારી માનું છું. પણ પ્રિયજનનો વિરહ મને પીડે છે... રાગ તો સંયોગ જ ઝંખે છે...'
‘એ રાગને દૂર કરવાનો ઉપાય છે જિનવચનની વારંવારની ૨ટણા... સંબંધોની અનિત્યતા ખૂબ વિચારો, સંસારના સ્વરૂપનો વિચાર કરો...'
આ વિચારો મનને હળવું કરી દે છે... મેં તો મારા મનને તૈયાર કરી દીધું છે અમ૨ને શુભ દિવસે વિદાય આપવા માટે..
‘ના, ઉતાવળ ન કરશો, મને મારું મન સ્વસ્થ કરી લેવા દો. મારા રાગી... સ્નેહાળ મનને થોડું વિરક્ત થવા દો...’
‘જ્યાં સુધી તમે હસીને અનુમતિ નહીં આપો, ત્યાં સુધી હું તો એને અનુમતિ નહીં આપું... પણ તમારો એ દીકરો પણ તમારી અનુમતિ વિના પ્રયાણ નહીં કરે... એ વાતનો મને વિશ્વાસ છે. એને તમારા પ્રત્યે અનહદ પ્રેમ છે. પરંતુ યૌવનનો ઉછાળો જ કંઈક આવો હોય છે!’
‘મને દુઃખ થાય એવું એકેય કામ એણે આજ દિન સુધી નથી કર્યું... એ હું જાણું છું. એની માતૃભક્તિ અદ્દભુત છે... માટે તો એના ઉપર મારો આટલો બધો રાગ જામી ગયો છે...’
‘થોડાંક વર્ષોનો વિરહ સહન કરવા માટે મનને તૈયાર કરી લો. યુવાન પુત્ર દેશાટન કરે... એમાં આપણું પણ ગૌરવ વધવાનું છે. એના મનની ઇચ્છા પૂર્ણ થશે... એને સુખ મળશે... એના સુખે આપણે સુખી!’
શેઠ ધનાવહે ધનવતીના મનને સ્વસ્થ કરવાના પ્રયત્નો કર્યા. ખૂબ શાન્તિથી અને પ્રેમથી પ્રતિદિન ધનવી સાથે તત્ત્વજ્ઞાનની વાતો કરવા માંડી. ધનવતી
For Private And Personal Use Only