________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરની વાત જાણીને ધનવતી અત્યંત વ્યથિત થઈ ગઈ. સુરસુંદરીએ પણ અમરની સાથે જ પરદેશ જવાની જીદ પકડી હતી. તેથી ધનવતીની મનોવેદના અસહ્ય થઈ ગઈ હતી. કારણ કે એણે અમર ઉપર તો હૈયાનાં હેત વરસાવ્યાં હતાં, સુરસુંદરી પર પણ કોઈ સંકોચ વિના સ્નેહની વર્ષા કરી હતી...
સરળ... નિખાલસ... અને સાલસ સન્નારી હતી ધનવતી. એના મનનું સમાધાન નહોતું થતું.. કે “શા માટે અમરે પરદેશ જવું જોઈએ? આ કરોડો રૂપિયા કોના માટે છે? મારો એકનો એક પુત્ર આ જ છે.. પછી એને ધન કમાવા શા માટે દૂરના પ્રદેશમાં જવું જોઈએ?
રોઈ રોઈને ધનવતીએ પોતાની આંખો દુઃખાડી દીધી હતી. તે પોતાના શયનખંડમાં માનસિક વ્યથા અનુભવતી પડી હતી, ત્યાં શ્રેષ્ઠી ધનાવહે શયનખંડમાં પ્રવેશ કર્યો. ધનવતીએ ઝડપથી ઊભા થઈને મૌન રહીને સ્વાગત કર્યું. શેઠ પલંગ પર બેઠા. તેમના મુખ પર ગંભીરતા હતી. આંખોમાં દુઃખ હતું.
મેં અમરને ઘણો સમજાવ્યો.. પણ તે નથી સમજી શકતો... મને લાગે છે કે હવે એને વધુ આગ્રહ કરીશ તો એ દુ:ખી થઈ જશે...'
શેઠે ધનવતી સામે જોયું. ધનવતીની આંખો ભીની થઈ ગઈ હતી. શેઠે કહ્યું: “તમે હવે હૃદયને થોડુંક દૃઢ કરો.. લાગણીઓ પર સંયમ કર્યા વિના નહીં ચાલે! અમર જશે... સાથે પુત્રવધૂ પણ જશે...' પણ... હું એ બે વિના કેવી રીતે જીવી શકીશ?'
જાણું છું તમારો પુત્રસ્નેહ અગાધ છે.. પુત્રવધૂ પરનો પ્રેમ પણ પારાવાર છે... છતાં કહું છું કે આ ક્ષણે પેલાં જિનવચનને યાદ કરો... ઘોડ નસ્થિ મે મારું, ના મસ્ત ! હું એકલો છું. મારું કોઈ નથી.. હું કોઈનો નથી... આ પરમ સત્ય વચનને વારંવાર યાદ કરો, દીનતાને ત્યજી દો.. પણ આ જ જિનવચનનો સહારો લીધો અને કંઈક સ્વસ્થ થયો.... તમે જાણો જ છો કે આ દુઃખમય સંસારમાં જિનવચન જ સાચું શરણ આપી શકે... તમે જુઓને, આપણી પાસે કરોડો રૂપિયા છે ને? ત્યારે એ ધન આપણા મનને સાંત્વના આપી શકે એમ છે ખરું? આટલો વૈભવ હોવા છતાં આપણે અત્યારે
For Private And Personal Use Only